Return to the talk Watch the talk

Subtitles and Transcript

Select language

Translated by Dhaval Shah
Reviewed by Uday Trivedi

0:11 પાછલાં વર્ષે મે આ બંને સ્લાઇડો દર્શાવેલ કે જેથી સિદ્ધ કરી શકું કે ઉત્તર ધ્રુવિય હિમશિખર જે મોટાભાગે છેલ્લાં ૩૦લાખ વર્ષોથી ૪૮ રાજ્યોથી ઓછા આકારનો રહેલ છે ૪૦ ટકાથી ઘટી ગયેલ છે. પણ તે આ ચોક્કસ સમસ્યાની ગંભીરતા ને ઓછી આંકે છે કારણકે તે હિમની જાડાઇ દર્શાવતી નથી. ઉત્તર ધ્રુવિય હિમશિખર, એક અર્થે, વૈશ્વિક વાતારણીય વ્યવસ્થાનું ધબકતું હ્રદય છે. એ શિયાળામાં વિસ્તરે છે અને ઉનાળામાં સંકોચાય છે. હવે પછીની જે સ્લાઇડ હું આપને બતાવીશ તે છેલ્લા ૨૫ વર્ષોમાં જે થયું છે તેની ઝડપી ફાસ્ટફૉરવર્ડ (ઝલક) છે. સ્થાયી હિમ લાલ ચિન્હીત કરેલ છે. જેમકે આપ જોઇ શકો છો કે તે ભૂરા રંગમાં વિસ્તરે છે. તે શિયાળામાંનું વાર્ષિક હિમ છે. અને તે ઉનાળામાં સંકોચાય છે. પાંચ વર્ષ કે તે પહેલાના તથાકથિત સ્થાયી હિમને આપ જોઇ શકો છો કે લગભગ લોહી જેવો જ છે, અહી શરીરમાંથી વહી રહેલ છે. ૨૫ વર્ષોમાં તે અહી થી અહી પહોંચી ગયેલ છે.

1:05 આ એક સમસ્યા છે કારણકે ગરમી ઉત્તર ધ્રુવિય દરિયાની આસપાસ થીજેલી સપાટીને ગરમ કરી દે છે કે જ્યાં મોટા પ્રમાણમાં થીજેલ કાર્બન કે જે, જ્યારે ઓગળે છે, ત્યારે સૂક્ષ્મજીવો દ્વારા મિથેનમાં પરિવર્તીત થઈ જાય છે. જો આપણે આ ઉચ્ચતમ બિંદુને ઓળંગીશુ તો વાતાવરણમાં રહેલ ગ્લોબલ વોર્મિંગ પ્રદુષણની કુલ માત્રાની સરખામણીએ આ માત્રા બમણી થઈ શકે છે. પહેલીથી જ અલાસ્કાના અમુક છીછરા સરોવરોમાં મીથેન સક્રિય રીતે પાણીમાંથી પરપોટા બનીને નીકળી રહ્યો છે. અલાસ્કા યુનિવર્સિટીનાં પ્રોફેસર કેટી વોલ્ટર પાછલા શિયાળામાં એક બીજા જૂથ સાથે અન્ય એક છીંછરા સરોવરે ગયા વિડિઓ: અરે થોભો! (અટ્ટહાસ્ય) અલ ગોર: તેણી ઠીક છે. પણ સવાલ એ છે કે શું આપણે રહીશું.

1:52 અને એક કારણ એ છે કે, આ પ્રચંડ ઉષ્ણતા વાહક ગ્રીનલેન્ડને ઉત્તરથી ગરમાવે છે. આ એક વાર્ષિક ગલનશીલ નદી છે. પરંતુ જથ્થો ક્યારેય નહોતો તેવો વધારે છે. આ દક્ષિણ-પશ્ચિમ ગ્રીનલેન્ડમાં આવેલી કેન્ગરલુસેક નદી છે. જો આપ જાણવા માંગતા હો કે દરીયાઈ સપાટી જમીન પરનો હિમ ઓગળવાથી કેવી રીતે વધે છે દરીયાએ પહોંચતા એ આવી હોય છે. આ પ્રવાહો અતિ ઝડપથી વધી રહ્યા છે. દુનિયાના બીજા છેડે, એંટાર્ટિકામાં કે જે પ્રુથ્વી પરનો સૌથી મોટો હિમ જથ્થો છે. પાછલાં મહિને વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો હતો કે આખા ખંડમાં હવે હિમ સમતુલા નકારાત્મક છે. અને કોઈ દરિયાની-અંદરના ટાપુ પર ટૂંકાઈ ગયેલ પશ્ચિમ એંટાર્ટિકા તેના ઓગળવામાં ખાસ કરીને ઝ્ડપી છે. તે દરિયાઈ સપાટીથી ૨૦ફૂટ સમાન છે, જેવુ ગ્રીનલેન્ડમાં છે.

2:33 હિમાલયમાં, કે જે ત્રીજો સૌથી મોટો હિમ જથ્થો છે, ટોચ ઉપર આપ નવા સરોવરો જોઈ શકો છો, જે થોડા વર્ષો પહેલા હિમનદી હતા. દુનિયાના તમામ લોકોમાંથી ૪૦ટકા લોકો તેમનું અડધા ભાગનું પીવાનું પાણી તે ઓગળતા પ્રવાહમાંથી મેળવે છે. એંડીસમાં આ હિમનદી શહેર માટેનો પીવાના પાણીનો સ્ત્રોત છે. પ્રવાહો વધ્યા છે. પરંતુ, જ્યારે તે જતા રહે છે ત્યારે મોટાભાગનું પાણી પણ જતુ રહે છે. કેલિફોર્નિયામાં સીએરા હિમક્ષેત્રમાં ૪૦ટકા જેટલો ઘટાડો આવ્યો છે. આ બાબત જલાશયોને અસર કરી રહેલ છે. અને આગાહીઓ, જે આપે વાંચી છે તેમ, ગંભીર છે.

3:01 દુનિયામાં ચોમેર થયેલ આ શુષ્કતા આગના બનાવોમાં નાટકીય વધારા તરફ લઈ જઈ રહેલ છે. દુનિયાભરમાં હોનારતો વધી રહેલ છે એ પણ સંપૂર્ણપણે અસમાન્ય અને વિલક્ષણ દરે. પહેલાનાં ૭૫ વર્ષોમાં હતા તેના કરતા છેલ્લા ૩૦ વર્ષોમાં ચારગણા. આ સંપૂર્ણપણે નિભાવી ના શકાય તેવી રૂપરેખા છે. જો આપ ઈતિહાસનાં સંદર્ભમાં જુઓ તો આપ જોઈ શકો છો કે એ શું કરી રહેલ છે.

3:28 છેલ્લા પાંચ વર્ષોમાં આપણે ૭ કરોડ ટન CO2 નો ઉમેરો દર ૨૪ કલાકોમાં કરેલ છે — ૨.૫ કરોડ ટન દર દિવસે સમુદ્રમાં. પૂર્વીય પેસીફીક વિસ્તાર તરફ ધ્યાનથી જુઓ, અમેરીકાથી પશ્ચિમ તરફ વધતા તથા ભારતીય ઉપખંડની બંને બાજુઓએ, જ્યાં સમુદ્રોમાં ઓક્સીજનનો અસાધારણ ઘટાડો જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગનું એક સૌથી મોટું કારણ, વન નાબુદી સાથે, કે જે તેના ૨૦ ટ્કા જેટલું છે, તે અશ્મિભૂત ઇંધનને બાળવુ છે. ખનિજ તેલ એ એક સમસ્યા છે અને કોલસો એ સૌથી ગંભીર સમસ્યા છે. યુનાઈટેડ સ્ટેટ્સ એ બે વિશાળતમ ઉત્સર્જકોમાનો એક છે, જેમાં ચીન પણ છે. તેમજ વધુ કોલસાના પ્લાન્ટ બનાવવા માટેની દરખાસ્ત થઇ રહી છે.

4:05 પરંતુ આપણને ગહન રૂપાંતરો દેખાવાના ચાલુ થયા છે. આ અમુક (કોલસાના પ્લાન્ટસ) કે જે છેલ્લા અમુક વર્ષો દરમિયાન રદ કરી દેવાયેલ છે જેમના માટે અમુક ગ્રીન વિકલ્પો સૂચવાયેલ છે. (અભિવાદન) આમ છતાં આપણા દેશમાં એક રાજકીય યુધ્ધ ચાલે છે. કોલસા ઉદ્યોગો અને ખનિજ તેલ ઉદ્યોગોએ છેલ્લા કેલેન્ડર વર્ષે એક અબજના ચોથાભાગ જેટલા ડોલર સ્વચ્છ કોલ્સાની જાહેરાત માટે ખર્ચ્યા, જે એક વિરોધાભાસ છે. પેલી છબીએ મને કઈક યાદ અપાવી દીધુ. ( અટ્ટહાસ્ય) ક્રિસમસની આસપાસ, ટેનેસીમાં મારા ઘરમાં, અબજો ગેલન કોલસાનો ગારો ઢોળવામા આવ્યો હતો. આપે સંભવત: તેને સમાચારોમાં જોયુ હશે. આ પૂરા દેશમાં અમેરીકાનો બીજો સૌથી મોટો કચરાનો પ્રવાહ છે. આ ક્રિસમસની આસપાસ એ બન્યુ હતુ. ક્રિસમસની આસપાસ કોલસા ઉદ્યોગની એક જાહેરાત આમ હતી.

4:48 વિડિઓ: ♪♫ ફ્રોસ્ટી, એક કોલસો પહોંચડનાર વિનોદી, આનંદી વ્યક્તિ તે અહિં અમેરિકામાં વિપુલ છે, અને તે આપણી અર્થવ્યવસ્થાના વિકાસમાં મદદરૂપ થાય છે. કોલસો પહોંચાડનાર ફ્રોસ્ટી દીવસે ને દીવસે ચોખ્ખો થતો જાય છે. તે પોસાય એવો અને મોહક છે, અને કામદારો તેમનું વેતન રાખે છે.

5:03 અલ ગોર: આ વેસ્ટ વર્જીનિયાના મોટાભાગનાં કોલસાનો સ્ત્રોત છે. સૌથી મોટો શિખર ઉપર કામ કરનાર ખાણિયો મેસ્સી કોલ નો પ્રમુખ છે.

5:12 વિડિઓ: ડોન બ્લેકનશીપ: હું સ્પષ્ટ કરવા માંગુ છું. અલ ગોર, નેંસી પેલોસી, હેરી રી્ડ, ને તેઓ જેના વિશે વાત કરે છે તેની ખબર નથી.

5:18 અલ ગોર: તેથી આબોહવા સુરક્ષા સંઘ એ બે ઝુંબેશ ચાલુ કરી છે. આ તેમાની એક છે,તેમાના એકના ભાગરુપે.

5:25 વિડિઓ: એક્ટર: COALergyમાં અમે આબોહવા પરિવર્તનોને અમારા વેપાર માટે ખુબજ ગંભીર અનિષ્ટ ગણીએ છીએ. તેથીજ અમે અમારું પ્રાથમિક લક્ષ્ય કોલસા વિશેના સત્યને બહાર કાઢવા અને ગૂંચવણભરેલું કરવામાં મદદ કરવાના જાહેરાત અભિયાન માટે મોટા પ્રમાણમાં પૈસા ખર્ચવાનું રાખેલ છે. સત્ય એ છે, કે કોલસો એ અસ્વચ્છ નથી. અમે માનીએ છે કે એ સ્વચ્છ છે — અને સુગંધીત પણ છે. એટલે આબોહવા પરિવર્તન વિષે ચિંતા ના કરો. તેને અમારા ઉપર છોડી દો. (અટ્ટહાસ્ય)

5:50 વિડિઓ: એક્ટર: સ્વચ્છ કોલસો, આપે તેના વિશે ઘણું સાંભળિયું છે . તો ચાલો સ્વચ્છ કોલસાની આ અત્યાધુનિક સુવિધાની મુલકાત લઈએ. આશ્ચર્ય! મશીનરી થોડી ઘોંઘટભરી છે. પણ તે તો સ્વચ્છ કોલસાની ટેક્નોલોજીનો અવાજ છે. જ્યારે કોલસાને બાળવો એ ગ્લોબલ વોર્મિંગના મુખ્ય કારણોમાંનો એક છે, આપ જે અસાધારણ સ્વચ્છ કોલસાની ટેક્નોલોજી અહીં જુઓ છો તે બધુ જ બદલી નાખે છે. ધ્યાનથી જુઓ, આ છે આજની સ્વચ્છ કોલસાની ટેક્નોલોજી.

6:18 અલ ગોર: આખરમાં સકારાત્મક વિકલ્પોનું આપણા આર્થિક પડકારો અને આપણી રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંયોજન થાય છે.

6:24 વિડિઓ: કથાવાચક: અમેરિકા સંકટમાં છે, તેની અર્થવ્યવસ્થા, તેની રાષ્ટ્રીય સુરક્ષા, અબોહવાના સંકટમાં. જે કડી આ બધાને જોડે છે એ છે આપણી ગંદા કોલસા અને વિદેશી ખનીજતેલ જેવા કાર્બન આધારિત બળતણો માટેની લત. પણ હવે એક નવો સાહસિક ઉપાય છે આપણને આ ગંદકીમાંથી ઉગારવાનો. અમેરિકાને ૧૦ વર્ષોની અંદર જ ૧૦૦ ટકા સ્વચ્છ વીજળીથી પુન: સબળ કરો. એક યોજના અમેરીકાને ફરી કાર્યરત કરવાની, આપણને વધુ સુરક્ષીત કરવાની, અને ગ્લોબલ વોર્મીંગને રોકવામાં મદદ કરવાની. છેવટે, એક એવો ઉપાય કે જે આપણા પડકારોને હલ કરવા પુરતો વિશાળ છે. અમેરિકાને પુન: સબળ કરો. વધુ જાણો.

6:53 અલ ગોર: આ છેલ્લો (વિડિઓ) છે.

7:02 વિડિઓ: કથાવાચક: આ અમેરિકાને પુન: સબળ કરવાને લગતું છે. આપણી પૃથ્વીને મારી રહેલા જુના પ્રદુષિત બળતણો પર આપણા આધારને ઓછા કરવાના સૌથી ઝ્ડપી ઉપાયોમાનો એક. વ્યક્તિ: ભવિષ્ય અહિંયા છે. હવા, સુરજ, એક નવી ઊર્જા પ્રણાલી. વ્યક્તિ # 2: ઉચ્ચ વળતર આપતી નોકરી સર્જતા નવા રોકાણો. કથાવાચક: અમેરિકાને પુન: સબળ બનાવો. આ સમય સત્ય પામવાનો છે.

7:25 અલ ગોર: આફ્રિકા ની એક જુની કહેવત છે, "જો આપ ઝડપી જવા માંગો છો, તો એક્લા જાઓ. પરંતુ જો આપ દૂર જવા માંગો છો, તો એકમેકની સાથે જાઓ." આપણને દૂર જવાની જરૂર છે.અને એ પણ ઝડપથી. આપનો ખુબ ખુબ આભાર. (અભિવાદન)