Joshua Foer

જોશુઆ ફૉયરઃ કોઇ પણ કરી શકે તેવાં યાદશક્તિનાં પરાક્રમો

4,695,672 views • 20:28
Subtitles in 34 languages
Up next
Details
Discussion
Details About the talk
Transcript 34 languages
Translated by Ashok Vaishnav
Reviewed by Sakshar Thakkar
0:11

હું તમને તમારી આંખો બંધ કરવાની વિનંતિ કરીશ.

0:15

તમે તમારી જાતને તમારાં ઘરનાં પ્રવેશદ્વાર પાસે ઊભા છો તેમ કલ્પો. હું તમને વિનંતિ કરીશ કે તમે દરવાજાનો રંગ અને તે શેનું બનેલું છે તે યાદ કરો. હવે ભારે વજનવાળા નાગડાઓનાં ટોળાંને સાઇકલ પર જતું કલ્પો. તેઓ નાગાઓની સાઇકલ હરિફાઇમાં ભાગ લઇ રહ્યા છે, અને સીધા જ તમારા ઘરના દરવાજા તરફ ધસી રહ્યા છે. હૂં ઇચ્છું છું કે તમે આ નજરે જૂઓ. તેઓ જોરથી પેડલ મારી રહ્યા છે અને પરસેવાથી નાહી ગયા છે, તેમ જ કૂદા કૂદ કરી રહ્યા છે. અને તેઓ સીધાજ તમારા ઘરના દરવાજા સાથે અથડાઇ રહ્યા છે. સાઇકલો ચારે બાજૂ ફંગોળાય છે, પૈડાં તમારી આસપાસથી પસાર થઇ રહ્યાં છે, સાઇકલના આરા ચારે બાજૂ ઊડી રહ્યા છે. તમારા ઘરના ઉંબરને વળોટી અને તમારા આગળના રવેશ કે તમારા મુખ્ય ઓરડાના પરસાળ કે અંદરની બાજૂએ ગમે ત્યાં, દાખલ થાઓ અને પ્રકાશને માણો. પ્રકાશ સીધો જ કૂકી મૉન્સ્ટર પર પડી રહ્યો છે. કૂકી મૉન્સ્ટર એક બદામી ઘોડા પર બેઠો તમારા તરફ હાથ હલાવી રહ્યો છે. તે બોલતો ઘોડો છે. તમે તેની વાદળી કેશવાળી તમારાં નાકને અડતી અનુભવી રહ્યાં છો. તમે તે એનાં મોંમાં જે જવના લોટ અને કિસમિસની બિસ્કીટ ઠૂંસી રહ્યો છે તેની સુગંધપણ માણી રહ્યાં છો. તેને પસાર કરી જાઓ. તેને પાર કરીને તમારા દિવાનખાનામાં જાઓ. તમારાં દિવાનખાનામાં, મહાકાય જીવંત વિશાળતરંગપટપર, બ્રીટની સ્પીઅર્સનું કલ્પનાચિત્ર નજર સમક્ષ ખડું કરો. બહુ જ ઓછાં કપડામાં તે તમારાં કૉફીટેબલ પર નૃત્ય કરતાં કરતાં "Hit Me Baby One More Time" ગાઇ રહી છે. અને પછી મારી પાછળ રસોડામાં આવો. તમારાં રસોડાનું ભોંયતળીયું પીળી ઇંટના રસ્તા વડે સજાવાયું છે અને તમારી ઑવનમાંથી ટિન મૅન, ડૉરૉથી, સ્કૅરક્રૉ અને 'ધ વિઝાર્ડ ઑવ ઑઝ'નો સિંહ હાથમાં હાથ પરોવીને નાચતાં કુદતાં સીધાં જ તમારી તરફ આવી રહ્યાં છે.

2:11

ચાલો ત્યારે, હવે આંખો ખોલો.

2:15

દરેક વસંત ઋતુમાં ન્યુ યૉર્ક શહેરમાં રાખવામાં આવતી એક અજીબોગરીબ સ્પર્ધા વિષે મારે તમને કહેવું છે. તે 'યુનાઇટેડ સ્ટૅટ્સ યાદશક્તિ સ્પર્ધા' તરીકે ઓળખાય છે. એ સ્પર્ધાના અહેવાલ સબબ હું ત્યાં થોડાં વર્ષ પહેલાં, એક વૈજ્ઞાનિક ખબરપત્રીની હેસીયતથી ગયો હતો. મને એમ હતું કે આ અતિબુધ્ધિશાળીઓની ખાસ સ્પર્ધા જેવી કોઇ સ્પર્ધા હશે. ત્યાં મને જૂદી જૂદી ઉંમરના અને જાતિના થોડા છોકરડાઓ અને સ્ત્રીઓ જોવા મળી.

2:43

[હાસ્ય]

2:46

તેઓ માત્ર એક જ વાર જોઇને,હજારો અસ્ત્વ્યસ્ત આંકડાઓ યાદ કરી રહ્યાં હતાં. તેઓ ડઝનબંધી અજાણ્યાં લોકોનાં નામ પણ યાદ રાખવાની કોશીશ કરી રહ્યાં હતાં. તેઓ થોડી મિનિટૉમાં જ આખીને આખી કવિતાઓ યાદ કરવા મથી રહ્યાં હતાં. તેઓ એ બાબતે પણ સ્પર્ધા કરી રહ્યાં હતાં કે ચીપી કાઢેલ પત્તાંના ક્રમને કોણ સહુથી ઝડપથી યાદ રાખી શકે છે. મને તો આ બધું માન્યામાં જ નહોતું આવતું. આ લોકો કુદરતની વિચિત્રતાઓ હશે.

3:10

મેં કેટલાક સ્પર્ધકો સાથે વાત કરવાનું શરૂ કર્યું. આ છે ઍડ કૂક જે ઇંગ્લૅંન્ડથી આવેલ છે અને તે ત્યાની સહુથી વધારે પ્રશિક્ષિત યાદદાસ્તવાળી વ્યક્તિઓ પૈકી એક છે. મેં તેને પૂછ્યૂં,"ઍડ, તમને ક્યારે ખ્યાલ આવ્યો કે તમે પ્રખર યાદશક્તિ ધરાવો છો?" ઍડનો જવાબ હતો કે "હું મહાપંડિત છું જ નહીં. હકીકતે, મારી યાદશક્તિ તો બહુ સામાન્ય છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર બધાંજની યાદશક્તિ સામાન્ય જ કહી શકાય તેવી છે. અમે બધાંએ પધ્ધતિસરનાં પ્રશિક્ષણ વડે તેમ જ ૨૦૦ વર્ષ પહેલાં ગ્રીસમાં શોધાયેલી જૂની પધાતિઓને આધારે અમે લોકો યાદશક્તિનાં આવાં અફલાતુન કારનામાં કરી રહ્યાં છીએ. આ એ જ પધ્ધતિઓ છે જે સિસેરૉ ભાષણો યાદ રાખવા અને પુરાતન કાળના વિદ્વાનો આખાંને આખાં પુસ્તકો યાદ રાખવા વાપરતા હતા." મારાથી આશ્ચર્યસાથે બોલાઇ પડ્યું,"ઓહો, મેં કેમ આ પહેલાં આ વાત સાંભળી નથી?"

4:00

સ્પર્ધાના સભાગૃહની બહાર અમે ઉભા હતા, ત્યાં, ઍડ,કે જે બહુ જ પ્રતિભાશાળી છે, પરંતુ થોડો તરંગી અંગ્રેજ છે, તેણે મને સંભળાવ્યું,"જૉશ, તમે અમેરીકી પત્રકાર છો. તમે બ્રીટની સ્પીઅર્સને ઓળખો છો?" મારો જવાબ હતો, "શું? ના. કેમ?" "કારણકે હું બ્રીટની સ્પીઅર્સને યુ.ઍસ ટેલીવીઝન પર ચીપી કાઢેલ પત્તાંનો ક્રમ કઇ રીતે યાદ રાખી શકાય તે શીખવાડવાનો છું. તેનાથી આખી દુનિયાને સાબિત કરી આપીશ કે આ કામ કોઇપણ કરી શકે છે."

4:32

(હાસ્ય)

4:36

મેં કહ્યું, 'હું બ્રીટની સ્પીઅર્સ તો નથી, પણ તમે મને પણ શીખવાડી તો શકો. મારો મતલબ એ છે કે, તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી રહી ને?" અને આમ શરૂ થઇ મારી એક બહુ જ અદ્ભુત સફર.

4:49

પછીનું લગભગ આખું વર્ષ હું માત્ર યાદશક્તિનું પ્રશિક્ષણ જ ન લેતો રહ્યો, પણ ચીવટથી શોધખોળ પણ કરતાં , સમજવાની કોશીશ કરતો રહ્યો કે કોઇવાર તો એ કામ કરી જાય છે, કોઇ વાર કેમ કામ નથી કરી જતું અને તેની શું શક્યતાઓ હોઇ શકે.

5:02

હું બહુ, ખરાં રસપ્રદ, લોકોને મળ્યો. આ ભાઇ ઇ.પી. તરીકે ઓળખાય છે. એ એવા ભૂલક્કડ છે જેમની યાદશક્તિ કદાચ, આખી દુનિયામાં સહુથી વધારે નબળી હશે. નવાઇની વાત તો એ છે કે, તેની યાદશક્તિ એટલી નબળી હતી કે તેને યાદ નથી રહેતું એ પણ તેને યાદ નહોતું. આમ એ એક બહુ દુઃખી વ્યક્તિ છે, પણ આપણ જે છીએ તે હોવામાં યાદશક્તિનો ફાળો કેટલો છે તે સમજવા માટે એ એક મોકો છે.

5:26

અને બીજે છેડે, હું આ ભાઇને મળ્યો. એ છે કિમ પીક. ડસ્ટિન હૉફ્ફમૅનની ફિલ્મ "રેઇન મૅન" તેનાપરથી બનાવાઇ છે. અમે એક બપોરે સૉલ્ટ લૅક પબ્લીક લાયબ્રેરીમાં ફોન ડીરેકટરી યાદ કરવા એકઠા થયા, જેમાં બહુ મજા પડી.

5:43

(હાસ્ય)

5:46

પાછા ફરીને મેં યાદશક્તિ પરના ઘણાં બધાં પુસ્તકો વાંચ્યાં, એ પુસ્તકો પુરાતન લેટીનમાં ૨૦૦૦થી વધારે વર્ષ પહેલાં લખાયાં હતાં. મને બહુ જ બધું રસપ્રદ જાણવા મળ્યું. જે પૈકી એક બહુ જ રસ પડે તેવી વાત એ જાણવા મળી કે એક સમયે, આ પ્રશિક્ષિત, કેળવાયેલ, ખાસ વિકસાવેલ યાદશક્તિનો આ પ્રશિક્ષિત, કેળવાયેલ, ખાસ વિકસાવેલ યાદશક્તિનો વિચાર, જેટલો આજે અપરિચિત જણાય છે, તેટલો અપરિચિત હતો નહીં. એ સમયે લોકો પોતાની યાદશક્તિની પાછળ, અને વિચારશક્તિ સખત મહેનતથી સતેજ રાખવામાં, રોકાણ કરતાં.

6:27

છેલ્લાં હજારો વર્ષોમાં આપણે શ્રેણીબધ્ધ ટૅક્નૉલૉજીઓના આવિષ્કાર કરી ચૂક્યા છીએ— મૂળાક્ષરથી ચર્મપત્ર પરના વીંટાથી હસ્તલિખિત ગ્રંથો, મુદ્રણ કળા, ફૉટૉગ્રાફી, કમ્પ્યુટર્સ, સ્માર્ટફૉન સુધી — જેને પરિણામે આપણી યાદશક્તિનું બાહ્ય સ્વરૂપ આપવાનું વધારે ને વધારે સરળ થતું ગયું છે, જેને પરિણામે મૂળભૂત માનવ ક્ષમતાને તાત્વીક રીતે બહારથી મેળવાપાત્ર ક્ષમતામાં ફેરવી શકાયું છે. આ ટૅક્નૉલૉજીઓએ આપણી વર્તમાન દુનિયા શક્ય બનાવી છે તે ખરૂં, પણ સાથે સાથે આપણને બદલી પણ કાઢેલ છે. તેઓએ આપણને સાંસ્કૃતિક રીતે, અને મારા મત મુજબ તો આપણી વિચારપ્રક્રિયાની દ્રષ્ટિએ પણ, બદલી કાઢેલ છે. હવે યાદ રાખવાની એટલી ઓછી જરૂર રહી છે કે, કોઇવાર તો આપણે કંઇ પણ યાદ કેમ રાખતાં હતાં તે જ ભૂલાઇ ગયું છે.

7:06

પૃથ્વી પર હવે છેલ્લી જગ્યા એક જ બચી છે, જ્યાં પ્રશિક્ષિત,કેળવાયેલ અને ખાસ વિકસાવેલ યાદશક્તિના વિચારને લોકો ઉત્કટ લાગણીથી જોતાં હોય - આ પૂરેપૂરી અસાધારણ યાદશક્તિ સ્પર્ધા. જો કે તે એટલી અસાધારણ નથી, કારણકે હવે તો વિશ્વમાં બધી જ જગ્યાએ આવી સ્પર્ધાઓ થઇ રહી છે. મને તો અચરજ એ હતું કે આ કઇ રીતે કરતાં હશે.

7:25

થોડાં વર્ષ પહેલાં લંડનની યુનિવર્સીટી કૉલેજના સંશોધકોનાં એક જૂથે થોડા યાદશક્તિ સ્પર્ધાઓના વિજેતાઓને એક પ્રયોગશાળામાં એકઠા કર્યા. તેઓ જાણવા માગતા હતા કેઃ શું આ લોકોનાં મગજની શારીરીક રચના કે ઘડતર આપણાં બધાં કરતાં કંઇ જૂદાં છે? જવાબ હતોઃ ના. તેઓ આપણા કરતાં વધારે બુધ્ધિશાળી છે? તેઓએ તેમને થોડી જ્ઞાન-ચકાસણીની પરિક્ષાઓ આપી, અને જવાબ હતો, ના, વસ્તુતઃ નહીં.

7:49

જો કે યાદશક્તિના વિજેતાઓ અને નીરીક્ષણ હેઠળના લોકોનાં મગજ વચ્ચે એક ખરેખર રસપ્રદ અને નોંધપાત્ર તફાવત હતો ખરો. જ્યારે યાદશક્તિ વિજેતાઓઅને જ્યારે તેઓ આંકડાઓ, લોકોના ચહેરાઓ અને બરફ વર્ષાનાં ચિત્રો યાદ રાખવાની પ્રક્રિયામાં મશગુલ હતાં ત્યારે એમ આર આઇ મશીનની નીચે નીરીક્ષણ કરતાં એમ જોવા મળ્યું કે બીજાં બધાંની સરખામણીમાં તેઓ મગજના અલગ ભાગને સચેત કરતાં હતાં. ખાસ નોંધનીય તો એ છે કે, તેઓ સ્થળ ની યાદશક્તિ અને હલનચલન સાથે સંકળાયેલ મગજના હિસ્સાનો ઉપયોગ કરતાં જણાતાં હતાં. કેમ? શું આ આપણે તેમાંથી કંઇ શીખી શકીએ તેમ છીએ?

8:28

યાદશક્તિની સ્પર્ધાત્મક રમત એ શસ્ત્રોની દોડ જેવી છે જેમાં દર વર્ષે લોકો કંઇને કંઇ વધારે ઝડપથી વધારે યાદ રાખવાની નવી રીત ઉમેરતાં જ રહેતાં હોય છે, અને બાકીનાં બધાએ તેમની સાથે રહેવા મહેનત કરતાં રહેવાનું છે.

8:42

આ છે મારા મિત્ર, ત્રણ વારના વિશ્વ યાદશક્તિ વિજેતા, બૅન પ્રિડમૉર. તેમનાં મેજ પર સામે ચીપીને રાખેલ ગંજીફાના ૩૬ સૅટ પડ્યા છે જે તે એક કલાકમાં યાદ કરી લેવાનો પ્રયત્ન કરવાના છે, જેના માટે તેમણે જ શોધેલી અને એક માત્ર તેમણે નિપુણતા મેળવેલ ટેકનીક વાપરવાના છે. તેમણે આવી જ ટૅકનીકવડે ૪,૧૪૦ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા દ્વિઅંકી આકડાઓના ચોક્કસ ક્રમને અરધા કલાકમાં યાદ કરી લીધેલ.. હા, અર્ધા કલાકમાં.

9:13

આમ આ સ્પર્ધાઓમાં યાદ રાખવાના કે બધું જ યાદ રાખવાના બહુ જ બધા રસ્તાઓ છે, પણ એ બધી જ ટૅકનીકો આખરે તો જીણવટ ભરી સાંકેતિક પધ્ધતિની વિભાવના પર આવીને મળે છે.

9:30

અને તેને સમજાવવા માટે એક નવીન વિરોધાભાસ, જે "બૅકર વિરોધાભાસ" તરીકે ઓળખાય છે, તેને જોઇએઃ ધારો કે હું બે વ્યક્તિને એક સરખો શબ્દ યાદ રાખવાનું કહું, અને પછી તમને કહું કે, "બૅકર નામે એક ભાઇ છે એવું યાદ રાખજો." તે એનું નામ છે. અને પછીથી કહું કે "યાદ રાખજો કે એક ભાઇ છે જે બૅકર છે." થોડા સમય પછી આવીને હું તમને પુછું, "શું તમને મેં થોડી વાર પહેલાં કહેલો શબ્દ યાદ છે? તમને યાદ છે ખરૂં, એ કયો શબ્દ હતો? જેને એમ કહેવામાં આવ્યું હતું કે તેનું નામ બૅકર છે તેને એ શબ્દ યાદ રહેવાની શક્યતા ઓછી છે, અને જેને તેનો વ્યવસાય બૅકર છે એમ કહ્યું હતું એને યાદ રહેવાની શક્યતા વધારે છે. એ જ શબ્દ, યાદ રહેવાની જૂદી જૂદી માત્રા; અચંબો થાય તેવું છે. શું ચાલી રહ્યું છે અહિંયા?

10:15

આમ જૂઓ તો બૅકર નામ સાથે તમારે કોઇ લેવાદેવા નથી. તમારાં મગજમાં ભમી રહેલી બધી યાદશક્તિઓથી તે સાવ જ જોડાયેલું નથી. તેમાં પણ એક સામાન્ય નામ - બૅકર. આપણે બૅકરીવાળાને જાણીએ છીએ. તેઓ ખાસ પ્રકારની ટોપી માથે પહેરે છે. તેઓના હાથ ગુંદેલા લોટથી ખરડાયેલા હોય છે. જ્યારે તેઓ કામ પરથી ઘરે આવે ત્યારે તેઓ સરસ સુગંધથી મઘમઘતા હોય છે શક્ય છે કે આપણે એકાદ બેકરીવાળાને ઓળખતા પણ હોઇએ. અને આપણે જેવો એ શબ્દ પહેલીવાર સાંભળીએ એટલે એ બધી જોડાણની કડીઓને સતેજ કરીએ છીએ જેથી પાછળથી જરૂર પડે ત્યારે યાદ કરી શકાય. આ બધી જ યાદશક્તિ સ્પર્ધાઓમાં જે ચાલી રહ્યુ છે તેમ જ રોજબરોજનાં જીવનમાં વધારે સારી રીતે યાદ રાખવાની બધીજ કળાનાં મૂળમાં મોટા અક્ષરે કહેવાયેલ બેકરને નાના અક્ષરમાં કહેવાયેલ બેકરમાં ફેરવીને સંદર્ભ વગર, કોઇ ખાસ અર્થ વગર કે કોઇ ખાસ મહત્વ વગર કહેવાયેલી માહિતિને એવી રીતે બદલવાની વાત છે કે જેથી તે કોઇ પણ રીતે આપણાં મગજમાં બીજું બધું જે કંઇ ચાલી રહ્યું છે તેના સંદર્ભમાં અર્થસભર બની રહે.

11:14

આ પ્રમાણે કરવાની સવિસ્તર ટૅકનીક પૈકી એક ૨૫૦૦ વર્ષ પુરાણાં ગ્રીસની છે. તે યાદશક્તિના મહેલ તરીકે જાણીતી છે. તેની પાછળની વાત કંઇક આવી છેઃ એક કવિ, સિમૉનીડૅસ, એક મહેફિલમાં હાજરી આપી રહ્યો હતો. ખરી રીતે તો ભાડૂતી મનોરંજક હતો કારણ કે એ દિવસોમાં જો તમારે જોરદાર મહેફિલ કરવી હોય તો ડી.જે. નહીં, પણ કવિઓને ભાડેથી બોલાવવા પડતા. તે ઊભો થઇ,પોતાની યાદશક્તિને આધારે કવિતા સંભળાવી અને ચાલતી પકડે છે, અને જે ઘડીએ તે બહાર પગ મૂકે છે તેવું જ સભાગૃહ હેઠું પડે છે અને તેમાંનાં બધાં મરી જાય છે. બધાં જ માત્ર મરી નથી જતાં, તે એવાં ચગદાઇ જાય છે કે ઓળખાય પણ નહીં. અંદર કોણ હતું કે કોણ ક્યાં બેઠું જતું તે તે પણ કહેવું અશક્ય બની ગયું હતું. મૃત દેહોની યોગ્ય દફનક્રિયા પણ થઇ શકે તેમ નહોતું. એક ઉપર બીજી કરૂણતા સર્જાઇ હતી. આ આખા કાટમાળનો એક માત્ર બચી ગયેલો, સિમૉનીડેસ, બહાર ઉભે ઉભે, આંખો બંધ કરી અને તેની આંખોની સામે જે છૂપાયેલું છે તે યાદ કરે છે, તો તેમાં તે મહેફિલમાં બેઠેલા એકોએક મહેમાનને જોઇ શકે છે. તે બધાં જ સગાંસંબંધીઓના હાથ પકડીને એ કાટમાળમાં તેમનાં સ્વજનો સુધી લઇ જતો હતો.

12:34

સિમૉનીડેસ તે સમયે જે કંઇ કરી રહ્યો હતો, તે આપણે પણ લગભગ સહજપણે કદાચ જાણીએ છીએ, અને એ કે આપણે નામ કે ફૉન નંબર કે આપણા સહયોગીઓની શબ્દશઃ સુચનાઓ યાદ રાખવામાં ગમે તેટલાં કાચાં હશું, પણ આપણને ચક્ષુગમ્ય કે સ્થળને લગતી કોઇ પણ વાત સારી રીતે યાદ રહે છે. જો મેં તમને હમણાં જ કહેલી સિમૉનીડેસની વાતના પહેલા ૧૦ શબ્દો ફરીથી કહેવાનું કહું, તો શકય છે કે તમને તે અઘરું પડે. પરંતુ જો હું તમને તમારી પરસાળમાંના બદામી ઘોડાપર અત્યારે કોણ બેઠું છે તે યાદ કરવાનું કહું, તો જરૂર તે તમારી આંખોસામે આવી જશે.

13:16

આ કલ્પિત ઇમારતનું ચિત્ર તમારી આખ સમક્ષ ઊભું કરવાનો વિચાર યાદદાસ્તના મહેલના સિધ્ધાંતમાં આવરી લેવાયો છે અને તમે જે યાદ કરવા માગો છો એ ચિત્ર જેમ વધારે મૂર્ખું, જેમ વધારે અકળ, જેમ વધારે ઊટપટાંગ, જેમ વધારે હાસ્યાપદ કે વિચિત્ર કે ગોબરૂં, તેમ તે ભૂલવું મુશ્કેલ. આ સલાહ તો ૨૦૦૦ વર્ષ જૂના સહુથી જૂના લૅટિન યાદશક્તિના ગ્રંથોમાં કહેવાયેલ છે.

13:43

આનો ઉપયોગ કેમ કરવો? માની લો કે તમને ટીઈડીના મધ્યસ્થ મંચ પરથી વ્યક્તવ્ય આપવા માટે આમંત્રણ મળ્યું છે અને તમે તેને યાદ રાખીને જ કહેવા માગો છો, તેમ જ તમે સિસૅરૉએ ૨૦૦૦ વર્ષ પહેલાંના ટીઈડીxરૉમના મચપર જે રીતે વ્યક્તવ્ય આપ્યું હોત તે રીતે જ વ્યક્તવ્ય આપવા માગો છો. તમે તમારાં ઘરનાં મુખ્ય દ્વારની સામે ઊભા છો તેમ તમારે કલ્પવાનું છે. અને તમારે કોઇપણ ગાંડુંઘેલું, હાંસીપાત્ર કે કોઇ હિસાબે ભૂલી ન શકાય તેવું ચિત્ર વિચારી કાઢવાનું છે જે તમને આ સાવેસાવ વિચિત્ર સ્પર્ધાવિષે વાત કરવાનું યાદ કરાવે. અને પછી તમારે ઘરની અંદર જવાનું છે, જ્યાં તમે શ્રીમાન ઍડ પર બેઠેલા કુકી મૉન્સ્ટરને જોશો. તેનાથી તમને યાદ આવી જશે કે તે પછીથી તમારે તમારા મિત્ર ઍડ કૂકનો પરિચય આપવાનો છે પછી તમને બ્રીટની સ્પીઅર્સનાં ચિત્ર દેખાશે જે તમને યાદ કરાવશે કે તમારે રમૂજી ટૂચકો કહેવાનો છે. પછી તમે જશો રસોડાં ભણી, જે તમને તમારી છેલાં એક વર્ષના નવા જ અનુભવની વાત કરવાનું યાદ અપાવડાવશે, જેમાં તમને મદદ કરવા તમારા મિત્રો પણ સાથે હશે.

14:51

રૉમન વ્યાખાનકર્તાઓ આ રીતે તેમનાં વ્યક્તવ્યો યાદ રાખતા — શબ્દેશબ્દ નહીં, કારણકે તેનાથી જરૂર ગુંચવાડો થાય જ, પરંતુ એક-વિષય-બાદ-બીજો-વિષયની પધ્ધતિથી. હકીકતે, "વિષય વાક્ય" શબ્દ પ્રયોગ જ ગ્રીક શબ્દ "ટૉપૉસ" પરથી બનેલો છે, જેનો અર્થ "સ્થળ" થાય છે. જો કે આ તો હવે, લોકો જ્યારે વ્યક્તવ્યકળા અને વાક્છટા વિષે વિચારતી વખતે આ પ્રકારની સ્થળ સાથે સંકળાયેલી યાદ વાપરતા તેના, અવશેષ છે. "સહુથી પહેલાં" શબ્દ પ્રયોગને તમારી યાદશક્તિના મહેલનાં પહેલાં સ્થાન સાથે સરખાવી શકાય.

15:21

મને આ બહુ જ આકર્ષક લાગ્યું એટલે હું તેના તરફ ખેંચાયો. તેથી હું થોડી વધારે યાદશક્તિ સ્પર્ધાઓમાં ગયો. મારાં મનમાં એમ હતું કે આ સ્પર્ધાગામી યાદ રાખનારાઓના આંતર્સ્વભાવ બાબતે થોડું લંબાણથી લખીશ. પરંતુ એક સમસ્યા આવી પડી. સમસ્યા એ છે કે યાદશક્તિ સ્પર્ધા એ મહાકંટાળાજનક પ્રવૃતિ છે. (હાસ્ય) સાચે જ, એ તો સાવ થોડા લોકો એકઠા થઇને SATની કસોટીઓ કરી રહ્યા હોય તેવું જ છે. મારો કહેવાનો મતલબ એ છે કે,જ્યારે લોકો પોતાનું માથું ખંજવાળવાનું શરૂ કરે ત્યારે તે વધુ નાટકીય બની જતું હોય છે. બાકી હું તો પત્રકાર છું,મારે તો કંઇને કંઇ લખવા જોઇએ. હું જાણું છું કે આ લોકોનાં મગજમાં અકલ્પ્ય વાતો ઘુમરાઇ રહી છે, પણ હું તેને પહોંચી તો ન શકું ને.

16:01

એટલે, મને થયું કે, જો મારે આ વાત કહેવી હોય તો, મારે એમનાં પેંગડામાં થોડા ઘણા તો પગ નાખવા તો પડે. એટલે મેં દરરોજ સવારે ન્યુ યૉર્ક ટાઇમ્સ વાંચતાનું શરૂ કરતાં પહેલાં, કંઇને કંઇ યાદ રાખવા પાછળ ૧૦ થી ૧૫ મિનિટ ગાળવાનું શરૂ કર્યું. કોઇ વાર તે કવિતા પણ હોય. કે પછી પસ્તીમાં થી ખરીદેલ જૂનાં વાર્ષિક-પુસ્તકમાંથી નામ હોય. મને તેમાં બેતહાશા મજા પડતી હતી. જો કે મેં એવી અપેક્ષા નહોતી કરી. તેમાં મજા એટલે આવી કે ખરા અર્થમાં યાદશક્તિની તાલિમ નહોતી. તમે માત્ર તમારાં મગજની આંખો સામે પેલાં સાવે સાવ હાસ્યાપદ,ગાંડીયાં,મજેદાર, અને સામાન્ય રીતે ભૂલી ન શકાય તેવી પ્રતિકૃતિઓ બનાવવામાં કે કલ્પના કરવામાં વધારે અને વધારે પ્રયત્નશીલ રહો છો. હું પણ તેમાં જોશથી જોડાયો હતો.

16:46

આ હું છું, મારા સ્પર્ધામય યાદશક્તિ તાલીમાર્થી તરીકે પહેરવેશમાં. એ એક જોડી કાન ઢાંકવાનાં ઢાંકણ અને એક જોડી સલામતી ચશ્માં, જે બે ઝીણાં છીદ્રો સિવાય આંખને ઢાંકી લે છે, કારણકે ધ્યાનવિચલન એ સ્પર્ધામય યાદદાસ્તકારકનો સહુથી મોટો શત્રુ છે.

17:06

ફરી ફરીને હું ગયે વર્ષે જે સ્પર્ધાને આવરી લેવાનો હતો તેના પર જ પાછો આવી ચૂક્યો. મને એમ હતું કે સહભાગી પત્રકારકત્વના ભાગરૂપે એક પ્રયોગ તરીકે હું પણ તેમાં ભાગ લઉં. કદાચ, મારાં સંશોધનનો એક યોગ્ય ઉપસંહાર બની રહે. સમસ્યા એ રહી કે પ્રયોગ તીતરબીતર થઇ ગયો. જે કોઇ રીતે ન થવુ જોઇએ તેમ થયું, હું સ્પર્ધા જીતી ગયો.

17:31

{તાળીઓ]

17:37

હા, વ્યક્તવ્યો કે ફૉન નંબરો કે ખરીદીની યાદીઓ યાદ રાખી શકવું એ સારી વાત છે, પણ એક રીતે એ મુખ્ય મુદ્દો નહોતો. એ તો માત્ર તરકીબો છે. આ બધી તરકીબો સફળ એટલે રહે છે કે તે બધાંનો આધાર આપણું મગજ જે રીતે કામ કરે છે તેવા કેટલાક મૂળભૂત સિધ્ધાંતો ઉપર આધારીત છે. આપણું મગજ કઇ રીતે કામ કરે છે એ જાણીને તેનો લાભ લેવા માટે કરીને આપણે યાદશક્તિ મહેલો બાંધવા કે પત્તાંના સેટ્સ યાદ રખવાની કોઇ ખાસ જરૂર નથી.

18:07

સામાન્ય રીતે, આપણે જોરદાર યાદશક્તિને કોઇ જન્મદત્ત ભેટ હોય તેમ માનીએ છીએ, પણ એવું હોતું નથી. પ્રબળ યાદશક્તિ શીખી શકાય છે. મૂળ મુદ્દે,જ્યારે આપણે કોઇ વાત પર ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ, ત્યારે તે યાદ રહી જાય છે. જ્યારે આપણે કોઇ વાતમાં ઊંડાણથી રસ લઇએ છીએ, ત્યારે તે પણ યાદ રહે છે. આપણે જ્યારે કોઇ માહિતિ કે અનુભવ આપણને કઇ રીતે મદદરૂપ થઇ શકે, કે તેનું શું મહત્વ છે કે શા માટે તે આનંદદાયક છે તે દ્રષ્ટિએ જોઇએ છીએ કે જ્યારે આપણે આપણા મગજમાં જે કંઇ ચાલી રહ્યું હોય તેના સંદર્ભમાં તેને સાંકળી લઇ શકીએ છીએ, જેમ કે શ્રીમાન બૅકર્સને બેકરીવાળા સાથે સાંકળી શકવું, ત્યારે તે આપણને યાદ રહી જાય છે.

18:45

યાદશક્તિ મહેલ અને એના જેવી અન્ય તરકીબો માત્ર ટુંકા-રસ્તા જ છે. એક રીતે, ટુંકા રસ્તા પણ નહીં. તે એટલે કામ આવે છે કારણકે તે તમને કામે લગાડી દે છે. આપણે સામાન્યપણે કોઇ કસરત કરતી વખતે, પ્રક્રિયાની જેટલી ઉંડાઇ કે જેટલી કાળજી રાખીએ છીએ તેનાથી ઘણી વધારે આ તરકીબો ફરજ પાડે છે. પણ, હકીકતે ટુંકા રસ્તા તો ક્યાંય પણ હોતા નથી. કોઇપણ વાત આ રીતે યાદ રાખવાલાયક બનતી હોય છે.

19:10

અને જો હું કોઇ એક વસ્તુ તમારી પાસે મૂકી જવા માગું , તો તે ઇ.પી. છે, પેલા ભુલક્કડ, જેને એ પણ યાદ નથી કે તેને યાદ ન રહેવાની સમસ્યા છે, જેણે મને એ પરિકલ્પના પૂરી પાડી કે, આપણું જીવન યાદોનો સરવાળો છે. આપણી આસપાસની, આપણી સાથે વાતચીત કરતી વ્યક્તિઓ પ્રત્યે ધ્યાન ન આપીને કે જરા પણ ઉંડાણમાં ન જવા જેટલા આળસુ થઇ જઇને, આમ પણ ટુંકી જીંદગીમાં,આપણી બ્લૅકબૅરીમાં કે આઇ-પૉડમાં ખોવાઇ જવાની કેટલી તૈયારી છે?

19:57

મને જાતે જાણવા મળ્યું કે આપણામાં કલ્પી ન શકાય તેટલી યાદશક્તિ છૂપાયેલ પડી છે. પરંતુ જો તમારે યાદગાર જીવન જીવવું હોય, તો તમારે એવી વ્યક્તિ બનવું પડશે જે યાદ કરવાનું યાદ રાખે છે.

20:13

આભાર.

20:15

[તાળીઓ]

એવા કેટલાય લોકો છે, જે હજારો આંકડાઓની યાદીઓ કે કે ચીપી કાઢેલા (કે દસ દસની થપ્પીઓમાંના) પત્તાઓના ક્રમ અને એવું કેટલું ય યાદ રાખી શકે છે. વિજ્ઞાન લેખક, જોશુઆ ફૉયર યાદશક્તિનો મહેલ નામક એક ટૅકનીક સમજાવે છે અને તેની નોંધપાત્ર લાક્ષણીકતા - તેને, તેમના સહિત, કોઇ પણ શીખી શકે છે - બતાવે છે.

About the speaker
Joshua Foer · Writer

Joshua Foer is a science writer who 'accidentally' won the U.S. Memory Championship.

Joshua Foer is a science writer who 'accidentally' won the U.S. Memory Championship.