સુપ્રભાતમ. હું અહીં તમારી સાથે એક પ્રકારના માનવીય દર્દ થી શી રીતે મુક્ત થઇ શકાય તે પ્રયોગ વહેંચવા આવ્યો છું. આ હકીકતે ડોક્ટર વેંકટાસ્વામી ના જીવન ની સત્ય ઘટના છે. એમનું ધ્યેય અને એમનો સંદેશો અરવિંદ નેત્ર ચિકિત્સા પ્રણાલી વિશે છે. મારા ખ્યાલ મુજબ સર્વ પ્રથમ અંધત્વ એટલે શું એ સમજવું આપણા માટે જરૂરી છે.
મહિલા: દરેક જગ્યાએ હું કામ શોધવા માટે ગઈ, તેમણે ના કહી, અમને એક અંધ મહિલા શી રીતે ઉપયોગી થઇ શકે? હું સોઈ માં દોરો પરોવી કે મારા વાળ માં જું નહોતી જોઈ શકતી જો ચોખા માં કીડી પડી જય તો હું તે પણ નહોતી જોઈ શકતી.
તુલસીરાજ રવીલ્લા: અંધાપો આવવો તે બહુ મોટી બાબત છે, પરંતુ મારા ખ્યાલ મુજબ એ વ્યક્તિ ને તેમની આજીવિકા, તેમના ગૌરવ, તેમના સ્વાતંત્ર્ય, અને કુટુંબમાં તેમના હોદા થી પણ વંચિત કરે છે. એ આ લાખો અંધ વ્યક્તિ ઓ માની ફક્ત એક છે. અને કરુણતા એ છે કે તે (અંધત્વ) નિવારી શકાય તેમ છે.
એક સરળ, સર્વ પ્રમાણિત શસ્ત્રક્રિયા લાખો ના જીવનમાં દ્રષ્ટિ પાછી લાવી શકે છે. અને ઘણી વખત એનાં કરતાં પણ સરળ, ફક્ત એક જોડ ચશ્માં, લાખો ને દેખતા કરી શકે છે. એનું અનુમોદન કરતી એક વાત કે અહીં અત્યારે આપણા માના ઘણાં ફક્ત એક જોડ ચશ્માં નાં કારણે વધુ કાર્યક્ષમ છે, અને લગભગ દર પાંચ ભારતીયમાં એક ને ચશ્માં ની જરૂરત હોય છે, આશ્ચર્યજનક આંક ૨૦ કરોડ લોકો. આજે, આપણે એમાંના ૧૦ ટકા લોકો સુધી પણ નથી પહોંચી શક્યા.
અને, આ પરિસ્થિતિમાં, લગભગ ૩૦ વર્ષ પૂર્વે અરવિંદ અસ્તિત્વમાં આવી. ડોક્ટર વિ. ની નિવૃતી બાદ ની યોજના રૂપે. એમણે કોઈ પણ આર્થિક સહાય વિના એ શરુ કર્યું. એમને એમનાં જીવન ની બધી બચત બેંક ની લોન માટે ગીરવે મુકવી પડી. અને સમય જતાં, અમે પાંચ હોસ્પિટલ નાં એક જુથ સ્વરૂપે વિકસ્યા છીએ. મુખ્યત્વે તમિલનાડુ અમે પોંડિચેરી માં, અને પછી અમે ઘણાં દ્રષ્ટી કેન્દ્રો પણ ઉમેર્યા છે. એક મધ્યવર્તી દ્રષ્ટાંત રૂપે. અને હવે તાજેતરમાં જ અમે દેશનાં બીજા ભાગોમાં હોસ્પિટલ કાર્ય સંચાલન શરુ કર્યું છે. અને દેશનાં બીજા ભાગોમાં પણ હોસ્પિટલ શરુ કરી છે.
છેલ્લાં ત્રીસ વર્ષોમાં, અમે લગભગ પાંત્રીસ લાખ શસ્ત્રક્રિયાઓ કરી છે, એમાંની મોટાભાગની ગરીબ લોકો માટે કરવામાં આવી છે. હવે, દર વર્ષે અમે ૩ લાખ ઓપરેશનો કરીએ છીએ. સામાન્ય દિવસે અરવિંદ માં, અમે લગભગ હજાર ઓપરેશન કરીએ છીએ, અને લગભગ ૬૦૦૦ દર્દીઓ ને તપાસીએ છીએ, દુર ગામોમાં દર્દીઓની તપાસ અને તેમને અહીં લાવવાં માટે, અમારી ટીમને મોકલીએ છીએ, અનેક ટેલીમેડીસીન અભિપ્રાયો, અને, એ ઉપરાંત, અનેક તાલીમો પણ ડોક્ટરો અને ટેકનિશિયનો બંને માટે આપીએ છીએ કે જેઓ ભવિષ્યમાં અરવિંદ ના સ્ટાફ તરીકે ફરજ બજાવે છે.
અને આ દરરોજ કરવું અને એ પણ સફળતાપૂર્વક કરવા માટે, અનેક પ્રેરણા અને સખત પરિશ્રમ જરૂરી છે. અને મારા ખ્યાલ મુજબ આ શક્ય બન્યું તેનો શ્રેય પાયા નાંખનાર ડોક્ટર વિ ને જાય છે., એક મુલ્ય પ્રણાલી, એક અસરકારક વહેંચણી પ્રક્રિયા, અને એક સંશોધકીય માહોલ નો વિકાસ
ડોક્ટર વી: હું એક નાના ગામડાં માંથી આવું છું અને આથી જ મને ગામનાં સામાન્ય માણસો સાથે બેસવાની આદત હતી. અને અચાનક તમે પાછાં વળીને જુઓ અને તમને તેમના અંતરઆત્મા સાથે જોડાયેલા હોવાની લાગણી થાય. તમને એમાંના એક હોવાની લાગણી થાય. અહીં એક એવો જીવ છે કે જેનામાં દ્રઢ વિશ્વાસ ની સરળતા છે, ડોક્ટર, તમે જે કાંઈ પણ કહો, હું તે સ્વીકારું છું. તમારામાં એક નિ:શંક સંપુર્ણ શ્રદ્ધા. અને પછી તમે તેનો પ્રતિસાદ આપો છો. અહીં આ એક વૃદ્ધ સ્ત્રી છે કે જેને મારાં એટલી બધી શ્રદ્ધા છે કે, મારે તેના માટે મારો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ. જયારે આપણી આધ્યાત્મિક જાગૃતિ નો વિકાસ થાય છે, ત્યારે આપણ ને વિશ્વ ની દરેક બાબતો સાથે જોડાયેલા હોવાની લાગણી થાય છે. આથી જ શોષણ વૃત્તિ નો લોપ થાય છે. આપણે આપણી જાત ની જ મદદ કરીએ છીએ, આપણે આપણી જાત ની જ સેવા કરીએ છીએ.
આ બાબતે અમને સંપુર્ણ નૈતિક અને અત્યંત દર્દી હેતુક સંગઠન અને તેને સહાયક પ્રણાલી રચવામાં મદદ કરી. પરંતુ વ્યવહારિક દ્રષ્ટિ એ, તમારે પણ તમારી સેવા કુશળતાપૂર્વક પુરી પાડવી પડે. અને, વિચિત્ર લગતી બાબત એ છે કે એ પ્રેરણા મેક ડોનાલ્ડ માંથી આવી.
ડોક્ટર.વી. જુઓ, મેક ડોનાલ્ડ ની સંકલ્પના બહુ સરળ છે. તેમને લાગે છે કે તેઓ વિશ્વ ના દરેક લોકો ને તેમનાં ધર્મ, તેમની સંસ્કૃતિ આ બધી બાબતો ની ભિન્નતા ને ધ્યાન બહાર રાખી ને તાલીમ આપી શકે છે. કોઈ માલ નું એક જ પ્રકારે ઉત્પાદન અને હજારો જગ્યાઓ એ તેની એક સરખા પ્રકારે વહેચણી કરવા માટે.
લેરી બ્રિલિયન્ટ: તેઓ મેક ડોનાલ્ડ અને હેમબર્ગર વિશે બોલતા રહ્યાં, અને તેમાંની એક પણ વાત અમારી સમજમાં ના આવી. તેઓ એક શૃંખલા ઉભી કરવા માંગતા હતાં, મેક ડોનાલ્ડ જેવી કુશળતા ધરાવતી નેત્ર ચિકિત્સા પુરી પાડતી પ્રણાલી.
ડોક્ટર. વિ: ધારો કે હું સરખા પ્રકારે નેત્ર ચિકિત્સા ની પદ્ધતિ, પ્રણાલી વિકસાવી શકું, અને તેને વિશ્વના દરેક ખુણે પહોંચાડી શકું. તો અંધત્વ ની સમસ્યાનો ઉકેલ આવી શકે.
તુલસી રાજ રવીલ્લા: જો તમે તેના વિશે વિચારો તો, મારાં ખ્યાલથી આંખ તો દરેક ની એક સરખી જ છે, પછી એ અમેરિકન હોય કે આફ્રિકન સમસ્યા એક સરખી જ છે, સારવાર પણ એક સરખી જ. અને આમ છતાં, ગુણવત્તા અને પદ્ધતિ માં આટલી બધી ભિન્નતા શા માટે હોવી જોઈએ, અને એ મૂળભૂત સિદ્ધાંત ને અમે વહેંચણી પદ્ધતિ ની રૂપરેખા તૈયાર કરતી વખતે અનુસર્યો. અને, અલબત્ત, મુખ્ય પડકાર એ હતો કે એ બહુ મોટી સમસ્યા હતી, અમે લાખો લોકો વિષે વાત કરી રહ્યાં છીએ. તેની સામે સંપત્તિ જુજ પ્રમાણ માં છે, અને પછી ઘણા બધા ગાણિતિક અને નાણાકીય પ્રશ્નો.
અને પછી પણ, વ્યક્તિએ સતત સર્જનાત્મકતા કેળવવી જ રહી. અને એમાનું શરૂઆત નું એક સર્જનાત્મક પગલું કે જે હજુ પણ ચાલુ છે, એ કે સમાજ માં સમસ્યા પ્રત્યે સ્વાવલંબન કેળવવું. અને પછી તેમનાં સહભાગી તરીકે જોડાવું, અને અહીં આવી જ એક ધટના બની રહી છે, અહીં એક સામાજિક કેમ્પ નું આયોજન થઈ રહ્યું છે, ખુદ સમાજ દ્વારા, કે જ્યાં તેઓ (કેમ્પ માટેની) જગ્યા શોધે છે, સ્વયં સેવકો ફાળવે છે, અને અમે અમારો ભાગ ભજવીએ છીએ, તેમની દ્રષ્ટી ની તપાસ, અને તમારી પાસે ડોક્ટરો છે કે જે શી સમસ્યા છે તેની તપાસ કરે છે, અને પછી વધારાની શી તપાસ કરવાની કરવાની છે તે નક્કી કરે છે, અને પછી એ તપાસ ટેકનિશિયન દ્વારા કરવામાં આવે છે. તેઓ ચશ્માં ની, અથવા જામર ની તપાસ કરે છે.
અને પછી આ બધા પરિણામો સાથે ડોક્ટર અંતિમ નિદાન કરે છે, અને પછી ની સારવાર પ્રક્રિયા સુચવે છે. અને જો તેમને એક જોડ ચશ્માં ની જરૂર છે, તો તે કેમ્પ ના સ્થળે જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સામાન્યતઃ એક ઝાડ નીચે. પરંતુ તેઓને ચશ્માં તેમની પસંદગીની ફ્રેમ માં બનાવી આપવામાં આવે છે, અને એ બહુ અગત્યની બાબત છે કારણકે મારાં ખ્યાલ મુજબ, ચશ્માં વ્યક્તિને દ્રષ્ટિ આપવા ઉપરાંત, એ એક ફેશન નું પણ માધ્યમ છે, અને તેઓ તેના માટે રકમ ચૂકવવા માટે પણ તૈયાર હોય છે. અને તેઓને ૨૦ મીનીટમાં ચશ્માં મળી જાય છે અને જેઓ ને સર્જરી ની જરૂરત છે, તેઓ ને તેની સલાહ આપવામાં આવે છે, અને તેઓ ને બસમાં, મુખ્ય અસ્પતાલ લઇ જવામાં આવે છે.
અને જો આ પ્રકાર ની ગણતરી અને જોગવાઈ ન કરવામાં આવી હોત તો, ઘણાં આવા પ્રકારના લોકો ને આ સેવાં ક્યારેક ના મળી શકી હોત, અને ખાસ કરીને ત્યારે કે જયારે કે તેઓને તેની અત્યંત જરૂર છે. બીજા દિવસે તેમની શસ્ત્ર ક્રિયા કરવામાં આવે છે, અને તેઓ એક કે બે દિવસ રોકાય છે, અને પછી તોઓને બસમાં પાછા તેઓ જ્યાંથી આવ્યાં હતાં ત્યાં પાછા મોકલવામાં આવે છે, અને જ્યાં તેઓ નાં કુટુંબીજનો તેમને ઘરે પાછા લઇ જવા માટે રાહ જોતા હશે.
અને આ દર વર્ષે હજારો વખત બને છે. આપણે બહુ બધા દર્દી ઓ જોઈએ છીએ જે બહુ પ્રભાવશાળી લાગે છે, બહુ કાર્યક્ષમ પ્રણાલી, પરંતુ અમે એ તરફ દ્રષ્ટિ કરીએ છીએ, શું અમે ખરેખર જ સમસ્યા નું નિવારણ લાવી રહ્યાં છીએ? અમે એક અભ્યાસ કર્યો, વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રક્રિયા, અને પછી. અમારી નિરાશા વચ્ચે, અમને જાણવા મળ્યું કે આ જરૂરિયાતમંદો માના ફક્ત સાત ટકા લોકો સુધી પહોંચતું હતું, અને અમે આ અત્યંત વિશાળ પ્રશ્ન ને પુરતો ન્યાય નથી આપી રહ્યાં.
આથી અમારે કશુંક અલગ કરવું જ રહ્યું, આથી અમે પ્રાથમીક નેત્ર સારવાર કેન્દ્રો, દ્રષ્ટિ કેન્દ્રો ની સ્થાપના કરી. આ ખરે જ બિનકારકુની ઓફીસો છે, સંપુર્ણ આધુનિક મેડીકલ દસ્તાવેજો થી સજ્જ અને એવું બધું. તેઓની ઝીણવટપુર્વક નેત્ર તપાસ કરવામાં આવે છે. અમે એક સામાન્ય ડીજીટલ કેમેરા ને નેત્રપટલ નાં કેમેરા માં ફેરવી નાંખ્યો, અને પછી દરેક દર્દી ડોક્ટર સાથે દુરદેશી સલાહ મેળવે છે.
અને આની અસર એ આવી કે, ફક્ત પ્રથમ વર્ષ માં, અમે ખરે જ ચિકિત્સા બજાર માં ૪૦ ટકા પ્રવેશ કરી ચુક્યા હતાં, એ ૫૦૦૦૦ કરતાં વધારે લોકો. અને બીજા વર્ષે એ ૭૫ ટકા સુધી ગયું. આથી મારાં ખ્યાલ મુજબ અમારી પાસે એ પ્રક્રિયા છે કે જેનાં દ્વારા આપણે બજાર માં ખરી રીતે પ્રવેશી શકીએ અને જેઓ ને જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી પહોંચી શકીએ, અને ટેકનોલોજી ના ઉપયોગ ની આ પ્રક્રિયામાં, મોટા ભાગનાં લોકોને મુખ્ય હોસ્પિટલ સુધી આવવું નાં પડે તેનો ખાસ ખ્યાલ રાખવો.
અને આના માટે કેટલી રકમ તેઓ ચુકવે? તેઓ શહેર આવવા માટે બસ ભાડાં ની જે રકમ બચાવે છે તેને ગણતરી માં લઈને અમે તપાસ ફી નક્કી કરી, આથી તેઓ લગભગ ૨૦ રૂપિયા ચુકવે, અને તે રકમ ત્રણ વખત તપાસ માટે વ્યાજબી છે.
બીજો પડકાર એ હતો, તમે આ ટેકનોલોજી અથવા વધુ આધુનિક સારવાર અને સંભાળ શી રીતે પહોંચાડો? અમે એક VSAT સાથે નાં એક વાહન ની રચનાં કરી, કે જે દર્દીઓ ની તસવીરો ને મુખ્ય હોસ્પિટલ સુધી મોકલે કે જ્યાં તેમનું નિદાન થાય. અને પછી દર્દી રાહ જુએ તે દરમિયાન, તેમનો અહેવાલ દર્દી સુધી પાછો જાય છે, તે છપાય છે, દર્દી તે મેળવે છે, અને પછી તેઓએ શું કરવું જોઈએ એ બાબતની સલાહ મેળવે છે, મતલબ કે, જઈને ડોક્ટર ને મળવું કે છ મહિના બાદ આવવું, અને પછી આ ટેકનોલોજી ની ક્ષમતા નાં સેતુરૂપ કાર્ય કરે છે,
અને આ બધાની મહત્વની અસર એ આવી કે બજાર નો વિકાસ થયો, કારણકે તે બિન-ગ્રાહક કેન્દ્રિત હતો, અને પછી સારવાર વંચિત લોકો સુધી પહોંચી ને, અમે બજાર માં અસાધારણ વિકાસ કર્યો છે.
બીજી બાજુ એ છે કે જયારે તમારી પાસે માર્યાદિત પ્રમાણ માં નેત્ર ચિકિત્સકો છે ત્યારે તમે આ બાબત સાથે શી રીતે કુશળતાપૂર્વક કાર્ય કરો છો? આ વિડીયો માં એક સર્જન ઓપરેશન કરી રહ્યાં છે, અને પછી તમે બીજી બાજુ જુઓ છો કે, એક બીજા દર્દી ને તૈયાર કરવામાં આવી રહ્યો છે. આથી, જેવી તેઓ એક શસ્ત્રક્રિયા પુરી કરશે, તેઓ ફક્ત ઉપકરણ ને એક બાજુ ફેરવાશે, મેજ એવી રીતે ગોઠવવામાં આવે છે કે તેમનું અંતર યોગ્ય પ્રમાણ માં રહે, અને પછી અમારે આ કરવું જ રહ્યું, કારણકે, આ પ્રકારની પ્રક્રિયા કરીને, અમે સર્જન ની ઉત્પાદકતા ચાર ગણી કરતાં પણ વધારે કરી શક્યાં.
અને પછી સર્જન ની સહયતા માટે, અમને વિશેષ પ્રકાર નાં કાર્યકર્તાઓ ની જરૂર પડે છે. અને પછી અમે ગામડાં ની કિશોરીઓ ની ભરતી પર ભાર મુક્યો, અને તેઓ ખરેખર જ સંસ્થા નો પાયો છે. રોજબરોજ નું કુશળતાપૂર્વકનું કાર્ય લગભગ તેઓ જ કરે છે. તેઓ એક સમયે એક જ કાર્ય કરે છે, તેઓ અત્યંત કુશળતા પુર્વક કરે છે. પરિણામ સ્વરૂપ અમારી ઉત્પાદકતા ઘણી વધી છે. અત્યંત ઓછી કિંમતે, અત્યંત ઉંચી ગુણવત્તા. આથી, આ બધી બાબતો ને મેળવીને, ખરેખર બન્યું એ કે અમારા સ્ટાફ ની ઉત્પાદકતામાં બીજા કોઈ પણની સરખામણી એ નોંધપાત્ર વધારો જણાયો.
આ બહુ જ વ્યસ્ત મેજ છે, પરંતુ હકીકતે તે જે પહોંચાડે છે એ કે, જયારે ગુણવત્તા નો પ્રશ્ન આવે છે, અમે બહુ સારી ગુણવત્તાની બાહેંધરી આપતી વ્યવસ્થા વિકસાવી છે. પરિણામ સ્વરૂપ, અમારી નિષ્ફળતા નું પ્રમાણ માં અમેરીકા માં નોંધાયેલા પ્રમાણ ની સરખામણીએ નોંધપાત્ર પ્રમાણ માં ઓછું છે. અને આ પ્રકાર નાં આંકડાઓ બહુ ઓછા જોવા મળે છે.
હવે કોયડાનો અંતિમ ભાગ એ છે કે, જો લોકો રકમ ચૂકવી શકતા નથી તો પછી, આ કાર્ય માં આર્થિક સહાયતા શી રીતે મળે છે? તો અમે શું કર્યું કે, અમે એમાનું ઘણું બધું નિ:શુલ્ક આપ્યું, અને પછી જેઓ રકમ ચુકવે છે, મતલબ કે તેઓ બજાર ભાવ પ્રમાણે ચુકવે છે, વધારે નહી, અને મોટાં ભાગે ઘણાં ઓછા પ્રમાણ માં, અને અમે બજાર ની અસમર્થતા થી ફાયદો થયો. અને મારાં ખ્યાલ થી આજે પણ એ અમારાં માટે એક બચાવકર્તા રહી છે. અને, ચોક્કસ પણે, દરેક વ્યક્તિ ની તેમની સિલક ને દાનમાં આપવાની માનસિક વૃત્તિ હોવી જોઈએ.
પરિણામ એ છે કે, વર્ષો દરમિયાન, જથ્થા સાથે ખર્ચ નું પ્રમાણ વધ્યું છે. વાર્ષિક આવક ઉચ્ચતર સપાટીએ પહોંચી છે, અમને ઉંચા પ્રમાણ માં નફો આપ્યો છે, જયારે કે અમે વ્યાપક પ્રમાણ માં લોકો ને નિ:શુલ્ક સેવાં આપી છે. મારાં ખ્યાલ મુજબ નિર્પેક્ષ્ રીતે, પાછલાં વર્ષે અમે ૨ કરોડ ડોલર નો નફો કર્યો છે, લગભગ ૧૩૦ લાખ નો ખર્ચ, સાથે ૪૦ ટકા EBITA.
પરંતુ આ માટે આપણે જે કરીએ છીએ અથવા તો જે કર્યું છે, તેનાથી પેલે પાર જઈને કરવું પડે, જો તમે અંધત્વ ની સમસ્યાનું જો ખરેખર નિવારણ ઇચ્છતા હો તો. અને અમે આપણી સામાન્ય સમજણ થી વિપરીત કેટલીક બાબતો પણ કરી. અમે આમારી જાત સાથે સ્પર્ધા કરી, અને પછી અમે ઓછી કિંમત નાં ઉપકરણો બનાવીને નેત્ર સારવાર ને સસ્તી બનાવી. અમે સક્રિય રીતે અને આયોજનપુર્વક, ભારતની ઘણી હોસ્પિટલ માં આ વ્યવસ્થા ને પ્રસ્થાપિત કરી, ઘણી આપણી પોતાનાં આસપાસનાં અને પછી વિશ્વ નાં બીજા ભાગો માં પણ. આની અસર એ પડી કે આ હોસ્પિટલ માં, અમારી સલાહ લીધાનાં બીજા વર્ષે જ, તેમનાં ઉત્પાદન માં બમણો વધારો અને પછી તેમની આર્થિક નુકસાની પણ ભરપાઈ થઇ.
બીજો ભાગ એ હતો કે તમે પ્રોદ્યોગિક વિજ્ઞાન ની વધતી કીમત નો સામનો શી રીતે કરશો? એક સમય એવો આવ્યો કે અમે નેત્રમણી ની અમને પરવડતી કિંમત માટે ની વાટાઘાટો માં નિષ્ફળ ગયા. આથી અમે ઉત્પાદન એકમ ની સ્થાપના કરી. અને પછી, સમય જતાં, અમે તેની કિંમત માં નોધપાત્ર ઘટાડો લાવી શક્યાં અમે શરૂ કર્યું ત્યારે હતી એનાં લગભગ ૨ ટકા જેટલી જ. આજે, અમારી માન્યતા મુજબ અમે વિશ્વ બજાર માં ૭ ટકા ભાગ ધરાવીએ છીએ, અને અમારાં ઉત્પાદનો વિશ્વના લગભગ ૧૨૦ દેશો માં વપરાય છે.
નિષ્કર્ષરૂપ, મતલબ કે, અમે જે કરીએ છીએ, શું તેનું વિશાળ ફલક પર કશું મહત્વ છે કે પછી આ ફક્ત ભારત અથવા તો વિકાસશીલ દેશો પૂરતું જ છે? આથી આના ઉકેલ સ્વરૂપ, અમે ઈંગ્લેન્ડ વિરૃધ્ધ અરવિંદ નો અભ્યાસ કર્યો. એમાં જોવા મળ્યું કે અમે લગભગ ઈંગ્લેન્ડ જે કરે છે તેના પ્રમાણ નાં ૬૦ ટકા જેટલું કામ કરીએ છીએ, લગભગ પુરા દેશની મળીને ૫ લાખ શસ્ત્રક્રિયા. અને અમે ૩ લાખ કરીએ છીએ. અને અમે 50 નેત્ર ચીક્ત્સકો ને પ્રશિક્ષણ આપીએ છીએ જયારે કે તેઓ ૭૦ લોકો ને તાલીમ આપે છે, અમારી તાલીમ અને સારવાર પદ્ધતિ બંને સરખામણી ને યોગ્ય છે. અમે ખરેખર જ દરેક મુદ્દે સરખામણી કરી છે. આપણે ખર્ચ તરફ દ્રષ્ટિ કરીએ. હાસ્ય
આથી, મારાં વિચારો મુજબ આ કહેવું સહેલું છે કે કારણ કે ઇંગ્લેન્ડ એ ભારત નથી તેથી આ બની રહ્યું છે. મારા વિચારો મુજબ આમાં ઘણું વધારે છે. મતલબ, મારાં ખ્યાલ થી વ્યક્તિ એ પરીસ્થીતી ની બીજી તરફ પણ દ્રષ્ટિકોણ કરવો રહ્યો. કદાચ--- ખર્ચ નો ઉકેલ ઉત્પાદકતા માં , કદાચ કાર્યક્ષમતા માં, ચિકિત્સા પ્રક્રિયામાં, અથવા તેઓ લેન્સ અથવા તો ઉપકરણો માટે જે ચુકવે છે, અથવા કાયદાકીય, તેમની અદાલતી કાર્યવાહી માં રહેલો છે. આથી, મારાં ખ્યાલ મુજબ આ કોયડાનો ઉકેલ કદાચ અમેરીકા સહીત મોટા ભાગનાં વિકસિત દેશો માટે જવાબ લાવી શકે, અને કદાચ ઓબામા નો ક્રમ ફરી ઉંચો જઈ શકે.
બીજો દ્રષ્ટિકોણ, કે જે, ફરી, હું તમારાં પર છોડવા માંગું છું. એ પરિસ્થિતિ કે જેમાં સમસ્યા બહુ વ્યાપક છે. કે જે બધા જ આર્થિક ધોરણો ને આવરે છે, કે જ્યાં આપણી પાસે ઉત્તમ ઉકેલ છે, મારાં ખ્યાલ મુજબ મે વર્ણવેલ પ્રક્રિયા, તેની, ઉત્પાદકતા, ગુણવત્તા, દર્દી લક્ષી સારવાર, આનો જવાબ આપી શકે છે, અને એવાં ઘણાં છે કે જેઓ આ ઉદાહરણ ને અનુરૂપ છે. તમે દંત ચિકિત્સા લો, શ્રવણ ઉપકરણ, સગર્ભાવસ્થા અને વગેરે. એવાં ઘણાં છે કે જેમાં આ ઉદાહરણ કામ કરી શકે છે, પરંતુ મારાં ખ્યાલ થી કદાચ સૌથી પડકારજનક બાબતો માં ની એક એ આંતરિક બાજુ છે.
હવે, તમે કરુણા શી રીતે જન્માવી શકો? હવે, તમે લોકો ને શી રીતે તેની સમસ્યા ની જવાબદારી લેતાં કરી શકો, [અને તેમને અનુભૂતિ કરાવો કે તેઓ] આ બાબતે કશુંક કરવા માંગે છે? કેટલાક મુશ્કેલ મુદ્દાઓ છે. અને મને વિશ્વાસ છે કે અહીં બેઠેલા લોકો આનો ઉકેલ શોધી શકશે.
આથી હું આ વિચારો અને પડકાર તમારાં સુધી પહોંચાડી અને મારી વાત અહીં પુરી કરવા માંગું છું.
ડોક્ટર વી :જયારે આપણી આધ્યાત્મિક જાગૃતિ નો વિકાસ થાય છે, ત્યારે આપણ ને વિશ્વ ની દરેક બાબતો સાથે જોડાયેલા હોવાની લાગણી થાય છે. આથી જ શોષણ વૃત્તિ નો લોપ થાય છે. આપણે આપણી જાત ની જ મદદ કરીએ છીએ, આપણે આપણી જાત ની જ સેવા કરીએ છીએ.
You can share this video by copying this HTML to your clipboard and pasting into your blog or web page. This video will play with subtitles.
You either have JavaScript turned off or have an old version of the Adobe Flash Player. To view this rating widget you
need to get the latest Flash player.
If your browser allows only "trusted sites" to execute Javascript, you should add the "googleapis.com" domain to your whitelist to allow our Flash detection to work properly.
Got an idea, question, or debate inspired by this talk? Start a TED Conversation.
ભારત ની ક્રાંતિકારી અરવિંદ નેત્ર સારવાર પદ્ધતિ એ લાખો લોકોને દ્રષ્ટિ આપી છે. તુલસીરાજ રવીલ્લા આ સારવાર ની ઓછી કિંમત અને ઉંચી ગુણવત્તા લાવનારા કુશળ અભિગમ તરફ અને શા માટે આ પદ્ધતિ દરેક માનવીય સેવા સંસ્થાનોને ફરી વિચારવા પ્રેરણા આપી શકે તે તરફ દ્રષ્ટિપાત કરે છે
Thulasiraj Ravilla is the executive director of the Lions Aravind Institute of Community Ophthalmology, helping eye-care hospitals around the world build capacity to prevent blindness. Full bio »
Translated into Gujarati by bindiya hapani
Reviewed by Uday Trivedi
Comments? Please email the translators above.
25:50 Posted: Jul 2006
Views 224,146 | Comments 43
03:18 Posted: Dec 2006
Views 684,189 | Comments 122
22:18 Posted: Oct 2007
Views 522,395 | Comments 198
Just follow the guidelines outlined under our Creative Commons license.
This comment will be attributed to . Not ? Sign Out.