શું તમને અંદાજ છે કે એક દિવસમાં તમે કેટલી પસંદગીઓ કરો છો? તે જ રીતે, એક અઠવાડીયાંમાં તમે કેટલી પસંદગીઓ કરો છો? મેં તાજેતરમાં આશરે ૨૦૦૦ અમેરીકનોનો એક સર્વે કર્યો, અને જોયું કે , એક અમેરીકન દરરોજની સરેરાશ ૭૦ પસંદગીઓ કરે છે. તે જ રીતે, તાજેતરમાં, મુખ્ય સંચાલન અધિકારીઓનો પણ એક અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં આ મુખ્ય અધિકારીઓની દિનચર્યાનો એક અઠવાડીયામાટે નજદીકથી અભ્યાસ કરાયો. વૈજ્ઞાનિકોએ આ મુખ્ય પ્રબંધકોની બધી પ્રવૃતિઓની નોંધ કરી તેમ જ તેઓ એ પ્રવૃતિઓ વિષે જે નિર્ણયો લીધા તેમાં કેટલો સમય વાપર્યો તે પણ નોંધ્યું. તેઓએ નોંધ્યું કે સરેરાશ દરેક મુખ્ય પ્રબંધક દર અઠવાડીયે ૧૩૯ પ્રવૃતિઓ કરતા હતા. અને હા, દરેક પ્રવૃતિની અંદર કેટ કેટલીય પસંદગીઓ તો કરવાની હતી જ. તેઓએ લીધેલા નિર્ણયોમાંના ૫૦% નિર્ણયો નવ મિનિટ કે તેથી ઓછા સમયમાં લેવાયેલ હતા. માત્ર ૧૨% નિર્ણયો માટે તેઓએ એક કલાક કે તેથી વધુ સમય લીધો હતો. હવે તમારા પોતાની પસંદગીઓ વિષે વિચારો. શું તમે જાણો છો કે તમારી બધી જ પસંદગી પૈકી નવ મિનિટવાળી અને એક કલાકવાળી પસંદગીઓ કેટલી છે? આ બધી પસંદગીઓને તમે બરાબર સંભાળી શકો છો?
આજે હું આજના સમયની પસંદગી અંગેના સહૂથી વધારે મોટા પ્રશ્નો પૈકી એક પ્રશ્નની વાત કરીશ. અને તે છે પસંદગીની વધારે પડતી વિપુલતાનો. હું વાત કરીશ આ પ્રશ્નની અને તેનાં કેટલાંક સંભવીત નિરાકરણો અંગેની . આ પ્રશ્ન અંગેની વાત કરવા માટે હું તમને કેટલાક સવાલો પૂછીશ. અને આશા કરૂ છું કે તમે મને તેના જવાબો આપશો. જ્યારે હું સવાલ પૂછીશ ત્યારે , કારણ કે હું જોઇ નથી શકતી, માત્ર હાથ ઉંચો કરીને તો તમે તમારી શક્તિ જ વેડફશો. ♫♫ હાસ્ય ♫♫ એટલે, જ્યારે હું પ્રશ્ન પૂછું ત્યારે જો તમારો જવાબ હામાં હોય તો તમે તાળી પાડશો. તો, આજે મારો તમને પહેલો પ્રશ્ન છેઃ તો બોલો, શું આજે પસંદગીની વધારે પડતી વિપુલતા ના પ્રશ્નોની વાત કરીશું? ♪♪ તાળીઓ ♪♪ આભાર
હું જ્યારે સ્ટૅનફૉર્ડ યુનિવર્સીટીની વિદ્યાર્થી હતી ત્યારે એક મોંઘા દાટ સ્ટૉરમાં ખરીદી માટે જતી; એટ્લે કે તે સમયે તો તે ઘણો મોંઘો સ્ટૉર ગણાતો. તે સ્ટૉરનું નામ હતું - ડ્રૅગર'સ આ સ્ટોરમાં જવું એટલે જાણે કોઇ અમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાતે જવું. આ સ્ટૉરમાં લગભગ ૨૫૦ પ્રકારની રાઇ અને વીનૅગર હતાં અલગ અલગ ૫૦૦થી વધારે પ્રકારનાં ફળો અને શાક્ભાજીઓ તો વળી બે એક ડઝન જેટલી જૂદી જૂદી બૉટ્લ્ડ પાણીની બ્રાંડ્સ હતી -- - તે પણ એ જમાનામાં જ્યારે અમે બધાં જ પીવા માટે તો નળનું પાણી વાપરતાં. મને એ સ્ટૉરમાં જવાની મજા પડતી. પણ,એક વાર મેં મારી જાતને પૂછ્યુંઃ અરે ભાઇ, આપણે કશું કંઇ ખરીદતા કેમ નથી? આ ઑલીવ તેલનું સેક્શન છે જેમાં હજારો વર્ષ જૂનાં ઑલીવનાં વૃક્ષોમાથી કાઢેલું, હાલમાં તાળાં મારેલ પેટીઓમાં રાખી મૂકેલ ૭૫થી વધારે પ્રકારનાં ઑલીવ તેલ છે.
એક દિવસે મેં મૅનૅજરને મળવાનું નક્કી કર્યું, અને તેમને પૂછ્યું, "શું લોકોને આટલી બધી પસંદગીમાંથી પસંદ કરવાની પધ્ધતિ ખરેખર કામ આવે છે ખરી?" તેમણે મને હાથમાં તૈયાર કૅમૅરા સાથેનાં બસો ભરીને આવી રહેલા દરરોજનાં હજારો પર્યટકો બતાવ્યાં અમે એક નાનકડો પ્રયોગ કરવાનું નક્કી કર્યું. અમે જૅમને આ પ્રયોગ માટે પસંદ કર્યું. ચાલો આપણે જૅમનાં સૅક્શન જઇએ. તેઓ પાસે ૩૪૮ પ્રકારના જૅમ હતાં. અમે સ્ટૉરના પ્રવેશદ્વાર પાસે એક નાનક્ડું ચાખવામાટેનું બુથ બનાવ્યું. અમે ત્યાં ૬ પ્રકારનાં અને ૨૪ પ્રકારનાં જૅમ મૂક્યાં. અમે બે બાબતોનું અવલોકન કરવાનું નક્કી કર્યું હતુંઃ પહેલું - કયા કિસ્સાઓમાં લોકો થોડું જૅમ ચાખવા રોકાતા હતાં? લગભગ ૬૦% લોકો જ્યારે ૨૪ પ્રકારનાં જૅમ મૂક્યાં હતાં ત્યારે અને લગભગ ૪૦% લોકો જ્યારે ૬ પ્રકારનાં જૅમ મૂક્યાં હતાં ત્યારે રોકાયાં હતાં. બીજું અમે એ જોવાનું નક્કી કર્યું હતું કે કયા કિસ્સઓમાં લોકો . જૅમની બરણી ખરીદતાં હશે. આ વખતે અમે તદ્દન વિરુધ્ધ પ્રકારની વર્તણૂંક જોઇ. ૨૪ જૅમ સમયે રોકાયેલાં લોકો પૈકી માત્ર ૩ % લોકો એ જ ખરેખર જૅમની બરણી ખરીદી. જેની સામે જ્યારે ૬ જૅમ વખતે રોકાયેલાં લોકો પૈકી ૩૦% લોકોએ જૅમની બરણીઓ ખરીદી! ગણતરી મૂકશો તો જણાશે કે ૨૪ પ્રકારના જૅમને જોઇને ખરીદી કરનારાઓ કરતાં ૬ પ્રકાર જોઇને ખરીદનારાં લોકો ૬ ગણાં વધારે હતાં.
આમ જૂઓ તો જૅમની બરણી ન ખરીદવી તે આપણામાટે સારૂં જ ગણાય - કમ સે કમ, આપણી કમરના ઘેરાવામાટે તો ખરૂં જ - પરંતુ આ તો એવું થયું કે પસંદગીની વિપુલતાના પ્રશ્નએ આપણા તે પછીના નિર્ણયો પર અસર કરી. જ્યારે આપણા ખુદના લાભમાં હોય છે ત્યારે પણ આપણે નાપસંદની પસંદ કરતાં જણાઇએ છીએ. તો હવે આજના વિષય - નાણાંકીય બચત- બાબતે વાત કરીએ. હું તમને મેં ગુર હ્યુબરમૅન,ઍમીર ક્મૅનિક, વૈ જંગ સાથે કરેલ એક અભ્યાસ અંગે વાત કરીશ જેમાં અમે સમગ્ર અમેરીકાના ૬૫૦ પ્રકારના નિવૃતિ બચત પ્લાન અંગેનાં લગભગ દસેક લાખ લોકોના નિર્ણયને તપાસ્યા. અમે ખાસ તો એ તપાસ્યું કે શું ૪૦૧ (કે)પ્લાન હેઠળનાં અનેક ફંડની ઉપલબ્ધીની લોકોની આવતીકાલ માટેની બચત કરવાની શક્યતાઓ પર કોઇ અસર છે કે નહીં. અને સાચે જ, અમે બન્ને વચ્ચે અનુબંધ જોઇ શક્યા. આ પ્લાન્સમાં ૨ થી ૫૯ ફંડ રજૂ કરાતા હોય તેવા ૬૫૭ પ્લાન હતા. અને અમે જોઇ શક્યા કે જેમ વધારે ફંડ રજૂ થતાં હતાં તેમ તેમ લોકોએ તેમાં ઓછો ભાગ લીધો હતો.
આમ જો બન્ને છેડાપરની સ્થિતિ તપાસીએ તો જણાશે કે જે પ્લાન બે ફંડ રજૂ કરતા હતા તેમાં '૭૦ના દાયકાના મધ્ય ભાગ જેટલો ભાગ લેવાયો હતો - જો કે આ અમારી અપેક્ષા મૂજબનું તો ન કહેવાય. જ્યારે જે પ્લાનમાં લગભગ ૬૦ ફંડ રજૂ થયાં હતાં તેમાં તો ૬૦% જો હિસ્સેદારીમાં ઘટાડો જોવા મળતો હતો. તે ઉપરાંત એવું પણ થઇ શકે છે કે જેમાં વધારે પસંદગીના વિકલ્પ છે તેમાં તમે ભાગ લો, તો પણ, તેનાં અવળાં પરિણામ આવી શકે છે. એટલે કે જે લોકોએ ભાગ લેવાનું નક્કી કર્યું, તેઓએ જેમ વધારે પસંદગીના વિકલ્પ હતા, તેમ તેમ તેઓએ શૅર અને ઇક્વીટી ફંડ્સને સદંતર અવગણ્યાં. જેમ વધારે પસંદગીનો અવકાશ તેમ તેમ તેઓ તેમનાં નાણાં શુધ્ધ મની માર્કૅટ ખાતાંઓમાં રોકતાં જણાય છે. જે લોકો પોતાનાં ભવિષ્યનાં શ્રેય માટે નાણાં રોકાણ અંગે વિચાર કરી રહ્યાં હોય, તેમને આપણે આ બન્ને આત્યંતિક નિર્ણય પૈકી કોઇ પણ વિકલ્પ ભલામણ ન કરીએ.
છેલ્લા દશકામાં, લોકોને વધારે ને વધારે પસંદગીના વિકલ્પ આપવાના ત્રણ મુખ્ય અવળાં પરિણામો જોયાં છે. તેઓ કદાચ નિર્ણય લેવાનું ટાળશે - તેમના પોતના ઉત્તમ ફાયદામાં હશે તો પણ. તેઓ સહુથી ખરાબ - નાણાંકીય , મૅડીકલ - પસંદગીઓ કરે તે પણ શક્ય છે તેઓ જ્યારે વસ્તુતઃ સારો નિર્ણય લઇ શકે તેમ હોય ત્યારે પણ તેઓ એવી વસ્તુઓ પસંદ કરે કે જેનાથી તેમને ઓછો સંતોષ થાય. આમ થવાનું મુખ્ય કારણ એ કે આપણને મૅયોનીઝ, મસ્ટર્ડ, વીનેગર કે જૅમના ઢગલા જોવા તો ગમે, પણ આવા આંજી નાખે તેવા દેખાવમાંથી ખરી પસંદગી કરવા માટેની સરખામણી કે વિષ્લેશણની ગણતરીઓ આપણાથી થતી નથી હોતી. એટલે હું આજે ચાર સરળ રીત રજૂ કરીશ - જેનૅ અમે એક યા બીજી રીતે કોઇને કોઇ સંશોધન સ્થળ પર ચકાસી જોયેલ છે - જે તમે તમારા વ્યવસાયમાં સહેલાઇથી અપનાવી શકશો.
સહુથી પહેલુંઃ 'કાપો'. તમે આ પહેલાં પણ સાંભળ્યું હશે, પણ તે આજ કરતાં વધારે ઉપ્યુકત ક્યારેય નહોતું - થોડામાં ઘણું. જ્યારે પણ હું 'કાપો' કહું છું, ત્યારે લોકો હંમેશ નારાજ થાય છે. તેઓને એમ જ લાગે છે કે તેમને ફાળવાયેલ જગ્યા ઘટાડી નંખાશે. પણ હકીકત તો એ છે કે જો થોડી કાંટછાંટની તૈયારી હોય તો, વધારે પડતા અને બીનજરૂરી વિકલ્પોને દૂર કરવાથી, વેચાણ વધશે, પડતર કિંમત ઘટશે અને પસંદગી કરવાનો અનુભવ સુધરશે. પ્રૉક્ટર અને ગૅમ્બલએ જ્યારે તેમની હૅડ એન્ડ શૉલ્ડર્સની ૨૬માંથી ૧૫ વિવિધતા કરી, તે પછીથી તેમનાં વેચાણમાં ૧૦%નો વધારો થયો હતો. ગોલ્ડન કૅટ કૉર્પૉરૅશને તેમની સહુથી ઓછી વેંચાતી ૧૦ ફાસફુસીયા પ્રૉડક્ટસને દૂર કર્યા બાદ, વેચાણમાં વધારો અને ખર્ચાઓમાં ઘટાડાને પ્રતાપે, તેમના નફામાં ૮૭%નો વધારો કર્યો. શું તમે જાણો છો કે આજનો સરેરાશ કરીયાણા સ્ટૉર લગભગ ૪૫,૦૦૦ આઇટેમો વેંચે છે? વૉલમાર્ટનો કોઇપણ એક સ્ટૉર સામાન્યતઃ ૧૦૦,૦૦૦ પ્રૉડક્ટ્સ રાખે છે. જેની સામે દુનિયાનો ૯મો સહુથી મોટૉ રીટેલર, અલ્દી, માત્ર ૧૪૦૦ પ્રૉડક્ટ્સ જ રાખે છે - માત્ર એક જ પ્રકારનો ટીન્ડ ટૉમૅટૉ સૉસ.
તે જ રીતે નાણાકીય બચતોનાં વિશ્વમાં હમણાં પસંદગીના વિકલ્પોનું સહુથી વધારે અસરકારક સંચાલનનો એક કિસ્સો બહુ જ જાણીતો થયો છે - ડૅવીડ લૈસ્બૉન જેના ડિઝાઇનમાં સંકળાયેલ હતા જે હાર્વર્ડમાં લાગૂ કરાયો હતો. હાર્વર્ડનો દરેક કર્મચારીને જીવનપર્યંતના ફંડનો ફરજીયાતપણે સભ્ય બનાવવામાં આવે છે. જે કોઇ ખાસ પસંદગી કરવા માંગતું હોય તેને પસંદગી માટે ૩૦૦ કે તેથી વધારેને બદલે માત્ર ૨૦ ફંડનો જ વિકલ્પ અપાયો હતો આપણે હંમેશ લોકોને એવું કહેતા સાંભળ્યા છે, "ક્યાં કાપ મૂકવો તે જ સમજાતું નથી. બધીજ પસંદગીઓ મહત્વની જણાય છે." અને હું કર્મચારીને સહુથી પહેલો એ સવાલ પૂછું છું, "મને કહો કે આમાં ના વિકલ્પો એક્બીજાથી કઇ રીતે જૂદા પડે છે. જો તમારા કર્મચારીઓ ફરક કહી ન શકે, તો ગ્રાહકો તો ક્યાંથી જ કહી શકે."
આજે બપોરે આ સેશન ચાલુ થાય તે પહેલાં, મારે ગૅરી સાથે વાત થયેલી. ગૅરીનું કહેવું હતું કે તે અહીં હાજર શ્રોતાઓને વિશ્વના સહુથી રળીયામણા માર્ગ પર બધાજ ખર્ચા ચૂકવાયેલ વૅકૅશન આપવા માંગે છે. તે માર્ગનું વર્ણન આ છે. તે વાંચવાની મારી આપને વિનંતિ છે. હવે, હું તમને વાંચવા માટે થોડી સેકંડ આપીશ અને તે પછીથી જો તમે ગૅરીની રજૂઆત માટે તૈયાર હો તો તાળી પાડજો. ♫ હળવી તાળીઓ ♫ ઑ કૅ.ચાલો કોણ તૈયાર છે તેમની ઑફર સ્વીકારવા માટે. બસ , આટલા જ? ઠીક છે,ચાલો હું તમને આ વિષે થોડું વધારે બતાવું. [ હાસ્ય]♪♪♪ તમને એમ હતું ને કે આમાં કંઇ ચલાકી છે,હેં ને? [અવાજ] તો, આ ટ્રીપ પર જવામાટે કોણ તૈયાર છે? [તાળીઓ]♪♪ ♫♫[હાસ્ય]♫♫ મેં તો હજૂ વધારે હાથ ઉંચા થશે તેમ કલ્પ્યું હતું.
ઑલ રાઇટ. આમ જૂઓ તો હકીકતમાં, તમારી પાસે બીજી વખતના રાઉન્ડને બદલે પહેલી વારના રાઉન્ડ કરતાં વસ્તુતઃ વધારે માહિતિ હતી, પરંતુ હું એવું માની લઇ શકું કે તમે એવું માનતા હતા કે બીજા રાઉન્ડમાં વધારે માહિતિ હતી. તેનું કારણ સાથેનાં ચિત્રને કારણે તમને તે વધારે સાચું જણાયું. તો આપણે હવે પસંદગીની વિપુલતાની સમસ્યાને સંભાળવાની બીજી રીત - નકકર સ્વરૂપ -ની વાત કરીએ. પસંદગીઓના તફાવતને સમજવા માટે, તેઓએ પસંદગીનાં પરિણામોને પૂરેપૂરૂ, નકકર સ્વરૂપે, સમજવું જરૂરી છે. લોકો એટીએમ કાર્ડ કે ક્રેડીટ કાર્ડથી રોકડ કરતાં સરેરાશ ૧૫ થી ૩૦ ટકા વધારે શા માટે ખર્ચી નાખે છે? કારણ કે કે તે સાચા પૈસા દેખાતાં નથી. લોકોને વધારે બચત કરતાં કરવા માટે તેને વધારે નક્કર સ્વરૂપ આપવું તે ઘણું સકારાત્મક સાધન પરવડી શકે છે.
મેં શ્લૉમૉ બૅનાર્ટ્ઝી અને અલૅસ્સાન્દ્રૉ પ્રૅવિતૅરૉની સાથે આઇએનજીના લોકો - આઇએનજીમાં કામ કરતા કર્મચારીઓ -નો એક અભ્યાસ કર્યો, જેમાં તે બધાં ૪૦૧(ક) પ્લાનમાટેની નોંધણીનાં એક સત્રમાટે એકઠાં થયેલ હતાં. એ સત્રને અમે જે રીતે ધારેલું તે જ રીતે આયોજીત કર્યું, પરંતુ અમે તેમાં એક નાનો ઉમેરો કર્યો હતો. તે નાનો સુધારો એ હતો કે અમે બધાંને વધારે બચત કરવાથી જીંદગીમાં શું શું સકારાત્મક થઇ શકે તે વિચારવાનું કહ્યું હતું. માત્ર એટલો સુધારો કરવાથી નોંધણીમાં ૨૦% જેટલો વધારો થયો અને બચત કરવા ઇચ્છતાં લોકોની સંખ્યામાં પણ વધારો થયો અથવા પોતાનાં બચત ખાતાંમાં મુકવા માટેની રકમની શક્યતામાં ચાર ટકાનો વધારો થયો.
અને હવે ત્રીજી રીતઃ વર્ગીકરણ. આપણે વધારે પસંદગીઓ કરતાં વધારે વર્ગીકરણને સારી રીતે સમજી શકીએ છીએ. દાખલા તરીકે, અમે સામયિકોના કબાટોનો એક અભ્યાસ કર્યો તે જોઇએ. વૅગ્માનના ગ્રૉસરી સ્ટૉરની ઉત્તરપૂર્વની પરસાળમાં ઉપરથી નીચે સુધી સામયિકોના કબાટોમાં નહીં નહીં તો ૩૩૧થી માંડીને ૬૬૪ જેટલાં સામયિકોનું વૈવિધ્ય જોવા મળે છે. પણ શું તમે જાણો છો? જો હું તમને ૬૦૦ સામયિકો બતાવું અને તેમને ૧૦ પ્રકારમાં વર્ગીકરણ કરૂં જેની સામે હું ૪૦૦ સામયિકોને ૨૦ પ્રકારમાં વહેંચી નાખું તો તમને એમ લાગશે કે મેં ૪૦૦ સામયિકોમાં તમને ૬૦૦ સામયિકો કરતાં વધારે પસંદગી અને વધારે સારો પસંદગીનો અનુભવ આપ્યો હતો. કારણ કે વર્ગીકરણને કારણે તે ભીન્નતાને સમજવી વધારે આસાન જણાય છે.
હવે જૂઓ બે પ્રકારની ઝવેરાતની પ્રદર્શીત ગોઠવણ. એકને ઓળખીશું 'જૅઝ્ઝ' નામથી અને બીજાં ને 'સ્વીંગ' નામથી. 'જો તમને એમ જણાતું હોય કે ડાબી બાજૂની ગોઠવણ 'સ્વીંગ' છે અને જમણી બાજૂની ગોઠવણ 'જૅઝ્ઝ' છે તો તાળી પાડજો. ♫♫ [હળવી તાળીઓ] ♫♫ ઑ કૅ. હજૂ થોડી તાળીઓ જ સાંભળવા મળી. જો તમને ડાબી બાજૂએ 'જૅઝ્ઝ' અને જમણી બાજૂએ 'સ્વીંગ' લાગતું હોય તો તાળી પાડો. ચાલો, આ વખતે થોડી વધારે. મજાની વાત તો એ છે કે તમે સાચાં છો. ડાબી બાજૂની ગોઠવણ જૅઝ્ઝ છે અને જમણી બાજૂની સ્વીંગ, પણ તમને ખબર છે? વર્ગીકરણની આ સહુથી બિનજરૂરી રીત છે. ♪♪ [હાસ્ય] ♪♪ વર્ગીકરણ પસંદગી કરનારને કંઇ માહિતિ આપતું હોવું જોઇએ નહીં કે પસંદગીની ગોઠવણી કરનારને. અને તમે આ જ સમસ્યા ફંડની લાંબી લચ સૂચીમાં પણ જોઇ શકશો. તેઓ ખરેખર કોને માહિતગાર કરી રહ્યા છે?
મારી ચોથી રીત છેઃ જટીલતા માટે તૈયાર કરો. આમ જૂઓ તો આપણે માનીએ છીએ તે કરતાં ઘણી વધારે માહિતિ સંભાળી શકીએ છીએ, માત્ર જરૂર છે થોડું આરામથી જોવાની. આપણે ધીમે ધીમે જટીલતા વધારતાં જવું જોઇએ. હું તમને એક ઉદાહરણથી આ વાત સમજાવીશ. આપણે એક ખુબ જ મુશ્કેલ નિર્ણયની વાત કરીએઃ કારની ખરીદી. આ છે એક જર્મન કાર ઉત્પાદક જે તમને તમારી આગવી જરૂરીયાત મુજબ કાર બનાવી આપવા તૈયાર છે. કારને પૂરે પૂરી બનાવવા માટે તમારે ૬૦ અલગ અલગ નિર્ણયો કરવાના રહેશે. જો કે આ નિર્ણયો દરેક નિર્ણય માટે જરૂરી પસંદગીની દ્રષ્ટિએ અલગ પડે છે. મારી પાસે કારના રંગ, બહારના રંગ માટેની ૫૬ પસંદગીઓ છે, જ્યારે એન્જીન, ગીઅરશીફ્ટમાં ચાર પસંદગી છે. હવે હું જે ક્રમમાં આ નિર્ણયો કરવાના રહેશે તેને હું બદલીશ. એટલે કે અર્ધા ગ્રાહકો વધારે પસંદગીઓ - ૫૬ રંગો -થી ઓછી પસંદગીઓ - ચાર ગીઅરશીફ્ટ - તરફ જશે. બીજા અર્ધા ગ્રાહકો ઓછી પસંદગી- ચાર ગીઅરશીફ્ટ -થી વધારે પસંદગી - ૫૬ રંગો - તરફ જશે.
હું હવે શું જોવાની છું? તમે કેટલા વ્યસ્ત છો. જો દરેક નિર્ણય વખતે તમે ડિફૉલ્ટ બટન જ દબાવ્યા કરતા હશો, તો તેનો અર્થ છે કે તમે દબાણમાં છો, એટલે કે હું તમને ખોઇ દઇશ. તમે જોઇ શકશો કે વધારે પસંદગીથી ઓછી પસંદગી તરફ લોકો ડીફૉલ્ટ બટન વારંવાર દબાવ્યા જ કરતાં હોય છે. આપણે તેમને ખોઇ રહ્યાં છીએ. જેઓ ઓછી પસંદથી વધારે પસંદગી તરફ જઇ રહ્યાં છે. તેઓ ત્યાં જ અટકી ગયાં છે. એની એ જ માહિતિ છે. એની એ જ પસંદગીઓ છે. મેં માત્ર એટલું જ કર્યું કે માહિતિની પ્રસ્તુતિનો ક્રમ બદલાવી નાખ્યો છે. જો હું સહેલા વિકલ્પથી શરૂ કરૂં છું તો હું પસંદગી કરવાનું શીખું છું. ગીઅરશીફ્ટ પસંદ કરવાથી મને અંદરના દેખાવ વિષે કંઇ જ જાણવા નથી મળતું, તેમ છતાં મને હવે પછીની પસંદગી કેમ કરવી તેની તૈયારી તો હું કરી શકું છુ. તેનાથી મને એક મોટું ઉત્પાદન એકઠું કરવાનો આનંદ પણ મળે છે, તેથી કરીને હું વધારે રસપૂર્વક વ્યસ્ત થવામાટે પ્રેરાઉં છું.
હવે આપણે ફરીથી બધું જોઇ જઇએ. મેં વધારે પડતી પસંદગીની સમસ્યાને હલ કરવા માટેની ચાર રીતો વિષે વાત કરી છે - ઓછું કરો - જરૂર ન હોય તેવા વિકલ્પ કાઢી નાખો; નક્કર સ્વરૂપ આપો - વાસ્તવિક સ્વરૂપ આપો; વર્ગીકરણ - વર્ગીકરણના વધારે પ્રકાર સંભાળી શકીએ,પણ વધારે પસંદગીના વિક્લ્પ નહીં; જટીલતામાટેની તૈયારી. આજે મેં જે રીત વિષે વાત કરી છે તે તમને પસંદગીની વિપુલતા હલ કરવામાં મદદરૂપ થશે - તમારા પોતાનામાટે વાપરીને તમારા ઉપયોગમાં કે પછી તમે જેને સેવાઓ આપો છો તેમના ઉપયોગમાં. કારણ કે મારૂં એવું માનવું છે કે પસંદગીઓમાંથી મહત્તમ ફાયદો મેળવવા માટે પસંદગી બાબતે વીવેકશીલ થવું જરૂરી છે. જેટલા આપણે પસંદગી અંગે વધારે વીવેકશીલ થઇશું, તેટલું આપણે પસંદગીની કળામાં વધારે નિપુણ થઇશું.
You can share this video by copying this HTML to your clipboard and pasting into your blog or web page. This video will play with subtitles.
You either have JavaScript turned off or have an old version of the Adobe Flash Player. To view this rating widget you
need to get the latest Flash player.
If your browser allows only "trusted sites" to execute Javascript, you should add the "googleapis.com" domain to your whitelist to allow our Flash detection to work properly.
Got an idea, question, or debate inspired by this talk? Start a TED Conversation.
આપણને બધાને આપણી પસંદ મુજબના અનુભવો અને ઉત્પાદનો જોઇતાં હોય છે - પરંતુ જ્યારે ૭૦૦થી વધારે વિકલ્પો સામે હોય ત્યારે ગ્રાહકની મતિ ચક્કર ખાઇ જાય છે.શીના આયંગર, આકર્ષક તેમ જ નવાં સંશોધનની મદદથી, વ્યવસાયો [અને અન્ય] તેમના પસંદગીના અનુભવને કેવી રીતે સુધારી શકાય તે રજૂ કરે છે.
Sheena Iyengar studies how people choose (and what makes us think we're good at it). Full bio »
Translated into Gujarati by Ashok Vaishnav
Reviewed by Uday Trivedi
Comments? Please email the translators above.
21:16 Posted: Sep 2006
Views 5,096,278 | Comments 716
19:37 Posted: Sep 2006
Views 3,384,916 | Comments 727
17:30 Posted: Sep 2006
Views 2,560,239 | Comments 289
Just follow the guidelines outlined under our Creative Commons license.
This comment will be attributed to . Not ? Sign Out.