જ્યારે હું સાત વર્ષનો અને મારી બેન માત્ર પાંચ વર્ષની હતી, ત્યારે અમે ગાદલાંની થપ્પી પર રમતાં હતા. તે સમયે, હું મારી બેનથી બે વર્ષ જ મોટો હતો - મતલબ કે, હું તેનાથી અત્યારે બે વર્ષ મોટો છું જ -- પણ તે સમયે, એનો મતલબ એ હતો કે હું જે કહેતો તે બધું જ તેણે કરવું પડતું હતું, અને હું તો લડાઇ રમવાનું પસંદ કરતો. અમે ગાદલાંની થપ્પી પર હતાં, અને તે થપ્પીની એક બાજૂએ, મેં મારાં બધાજ સિપાહીઓ અને શસ્ત્રસરંજામ રાખ્યા હતા. અને બીજી બાજૂએ હતી મારી બેનની ઢીગલીઓ હતી, હુમલા માટે તૈયાર.
તે દિવસે બપોરે ખરેખર શું બન્યું તેનાં બે અલગ અલગ વર્ણનો છે, પરંતુ મારી બેન આજે આપણી સાથે અહીં નથી, તેથી હું તમને સાચી વાત કહી શકીશ -- ♫♫ [હાસ્ય] -- ♫♫ એ છે કે મારી બેન થોડી અણઘડ પ્રકારની છે. કોઈક રીતે, તેના મોટાભાઇની બિલકુલ કોઈ જ મદદ કે ધક્કા વગર, ઍમી ગાદલાંની થપ્પી પરથી ઓચીંતિ ગુમ થઇ ગઇ અને ધબાક દઇને ભોંય પડી. મેં ડરતાં ડરતાં પથારી ઉપર થઇને નજર નાંખી કે મારી હેઠે પડેલી બેનના શું હાલહવાલ છે અને ,મેં જોયું કે કે તે તેના હાથ અને ઘૂટણ પર પડી દર્દથી કણસતી હતી.
હું થોડો ઉચાટમાં હતો કેમ કે મારાં માતપિતાએ મને જવાબદારી સોંપી હતી કે મારી બેન અને હું બને તેટલી સલામતી અને શાંતિથી રમીએ. અને હજૂ ગયે અઠવાડીયે જ જે રીતે મેં ઍમીનો અકસ્માતે હાથ તોડી નાખ્યો હતો ... ♫♫ (હાસ્ય) ♫♫ ... તેની તરફ રમરમાટ આવી રહેલી કાલ્પનીક ગોળીથી બહાદુરીથી ધક્કો મારી બચાવી લેવા માટે, ♫♫ (હાસ્ય) ♫♫ જેના માટે , મારો હજૂ આભાર પણ માનવામાં નથી આવ્યો, હું યથા શક્તિ કોશીશ કરી રહ્યો હતો -- તેને તો આમ થશે તેની કલ્પના પણ નહોતી-- હું મારી પૂરેપૂરી મહેનતથી મારી ઉત્તમ વર્તણૂક માટે પ્રયત્નશીલ હતો
અને, મેં મારી બહેનનો ચહેરો જોયો આ વિલાપ અને પીડા અને અચરજ જે ધમકીના સુરમાં તેનાં મૉમાંથી કૂદીને મારાં માતાપિતાને લાંબા શિયાળાની માંડ માંડ આવેલી તેમની બપોરની ઉંઘમાંથી જગાડી દેવાની અણી પર હતી. એટલે મારૂં ગભરાયેલું સાત વરસનું મગજ આ કરુણિકાને ટાળવા જે એક માત્ર કદમ ઉઠાવી શકે તે કદમ મેં લીધું અને જો તમને બાળકો હશે, તો તમે આ કેટલીય વાર જોઇ ચૂક્યાં હશો. મેં કહ્યું, "ઍમી. ઍમી, થોભી જા. રડીશ નહીં રડીશ નહીં. તેં જોયું તું કેવી પડી? કોઇ માણસ તો આમ ચારપગે પડી જ ન શકે. ઍમી, મને તો લાગે છે આનો અર્થ છે કે તું તો શૃંગાશ્વ છું."
આ તો જો કે સરાસર અંચઇ હતી,કારણ કે મારી બેન પૂરી દુનિયામાં બીજા કઈપણ કરતાં ઇચ્છેત કે તે નાની પાંચ વરસની બીચારી ઘાયલ બેન ઍમી નહીં પણ શૃંગાશ્વ ઍમી હોય. જો કે, ભૂતકાળમાં તેનાં દિમાગને આ વિકલ્પ ક્યારે ય નહોતો મળ્યો. અને મારી બીચારી, મુંઝાયેલી બહેનના ચહેરા પર ગુંચવણ તમે જોઇ શક્યાં હોત કે તેનું નાનું શું મગજ , જે હાલમાં જ અનુભવેલ પીડા, દર્દ અને નવાઇ પર ધ્યાન કેન્દ્રીત કરવા મથી રહ્યું છે કે તેની નવી શૃંગાશ્વની નવી ઓળખાણને સમજી રહ્યું છે. છેલ્લે જીત તો થઇ શૃંગાશ્વની જ. રડવાને બદલે, અમારી રમત બંધ કરી દેવાને બદલે, અમારાં માતપિતાને જગાડી દેવાને બદલે, જે મારા માટે બધી જ પ્રકારનાં અવળી અસરો લાવી દેત, તેના ચહેરા પર હાસ્ય રેલાઇ ગયું અને બાળ શૃંગાશ્વને છાજે તેવી સ્ફુર્તીથી તે ગાદલાંની થપ્પી પર ચડી આવી . . . (હાસ્ય)♫♫ ... એક ભાંગેલા પગ સાથે.
આમ, માત્ર પાંચ થી સાત વર્ષની કુમળી ઉમરે અમારા હાથમાં જે ચાવી આવી પડી હતી -- - તે વખતે તો અમને તેની મહત્તા જ ન સમજાઇ -- તે તો બે દાયકા બાદ આપણે માનવ મગજને જે દ્રષ્ટિએ જોવાના છીએ તે રીતમાં વૈજ્ઞાનિક ક્રાંતિની ચળવળ બનવાની હતી. અમારે હાથ જે અચાનક મળી ગયું હતું તેને સકારાત્મક મનોવિજ્ઞાન કહે છે, જેના કારણે હું આજે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું અને જે મારાં દરરોજ સવારે જાગવાનું પણ કારણ છે.
મેં આ સંશોધન વિષે જ્યારે શિક્ષણ જગતની બહાર, કંપનીઓ અને શાળાઓમાં, વાત કરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે સહુથી પહેલું ન કરવાનું જે કહ્યું છે તે એ કે તમારા સંવાદની શરૂઆત ગ્રાફથી ન કરશો. હું મારો આ સંવાદ શરૂ ગ્રાફથી જ કરવા માંગુ છું. આ ગ્રાફ કંટાળાજનક લાગશે, પરંતુ આ ગ્રાફને કારણે જ હું ઉત્તેજીત થાઉં છું અને દરેક સવારે જાગુ છું. અને આ ગ્રાફ્નો કોઇ જ અર્થ નથી થતો; તેમાંના આંકડા કાલ્પનીક છે. આપણે જોઇએ શકશું કે --
કે જો હું આ આંકડા આ રૂમમાં તમારા અભ્યાસમાટે લાવું , તો મને બહુ મજા પડી જશે કારણ કે અહીં જે ચાલી રહ્યું છે તે વલણ જ જોવા મળશે, અને, એટલે હું પ્રસિધ્ધ થઇ જઇશ અને તેનાથી વધારે બીજૂં શું જોઇએ. હકીકત તો એ છે કે આ વલયમાં ત્યાં ઉંચે એક લાલ રંગનું વિચિત્ર ટપકું દેખાય છે, એમ અહીં એક વિચિત્રતા આ રૂમમાં છે -- મને ખબર છે તમે કોણ છો, મેં તમને પહેલાં જોયા છે -- પણ,તેનો કોઇ વાંધો નહીં. એ પ્રશ્ન એટલે નથી, કારણ કે જે પ્રમાણે તમારામાંના મોટા ભાગના જાણે છે, હું આ ટપકાંને ભૂંસી પણ શકું છું. હું તે ટપકાંને એટલે ભૂંસી નાંખી શકું છું કે તે ચોખ્ખી માપણીની ભૂલ છે. અને આપણે જાણીએ છીએ કે એ માપણીની ભૂલ એટલે છે કે મારા આંકડાઓમાં મેં ગરબડ કરી છે.
આપણે સહુથી પહેલાં લોકોને અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર અને વ્યવસાય અને મનોવિજ્ઞાનના વર્ગોમાં શીખવાડીએ છીએ કે આકડાની દ્રષ્ટિએ માન્ય રીતે આ વિચિત્રતાઓને કઇ રીતે દૂર કરી શકાય. બહારવાળાઓ ને કઇ રીતે દૂર કરીએ કે જેથી સહુથી વધારે બંધ બેસતી લીટી શોધી શકાય? જો હું એ શોધવાનો પ્રયત્ન કરતો હોઉં તો તો ચાલે કે એક સરેરાશ વ્યક્તિએ કેટલી ઍડવીલ લેવી જોઇએ -- બે. પરંતુ જો મને ક્ષમતામાં રસ હોય, મને તમારી ક્ષમતા કે સુખ કે ઉત્પાદકતા કે શક્તિ કે સર્જનાત્મકતામાં રસ હોય તો તો આપણે વિજ્ઞાનની મદદથી સરાસરીની પ્રણાલી ઉભી કરી રહ્યા છીએ.
જો હું તમને પૂછું કે "બાળક કેટલી ઝડપથી વર્ગમાં વાંચતાં શીખી જાય?" તો વૈજ્ઞાનિકો તે પ્રશ્નને ફેરવી તોળે કે "સરેરાશ બાળક કેટલી ઝડપથી વર્ગમાં વાંચવાનું શીખી શકે?" અને પછી આપણે દરેક વર્ગને તે સરેરાશમાં બંધ બેસતું કરી દઇએ. હવે, જો તમે એ વલયમાં સરેરાશથી નીચે હો તો મનોવૈજ્ઞાનિકોને મજા પડી જાય, કારણ કે તેનો અર્થ થાય કે ક્યાં તો તમે નિરાશ છો અથવા અસ્થિર છો, અથવા કદાચ, બન્ને. આપણે તો બન્ને હોય તેમ જ માની લઇએ કારણ કે આપણું બીઝનૅસ મૉડૅલ જ એવું છે કે તમે એકવાર એક પ્રશ્ન લઇને સારવાર માટે આવો તો આપણે એમ પાક્કું કરી દેવા માંગીએ કે પાછા જતાં પહેલાં તમને ૧૦ સમસ્યાઓ છે તે ખબર પડી જાય જેથી કરીને તમે વારં વાર પાછાં આવતાં રહો. આપણે, જરૂર પડ્યે ,તમારાં બાળપણ સુધી પણ ફરી આવીએ, પણ અંતે, તો તમે ફરીથી બરાબર થઇ જાઓ તેમ આપણે ઇચ્છતા હોઇએ ને. પરંતુ, બરાબર એટલે સરેરાશ.
મારૂ જે ભારપૂર્વક કહેવું છે તેમ જ સકારાત્મક મનોવિજ્ઞાન જે ભારપૂર્વક કહે છે તે એ કે જો આપણે માત્ર સરેરાશનો જ અભ્યાસ કરતાં રહીએ, આપણે સરેરાશ જ રહી જવાનાં. એટલે, કાંઠે ઉભેલા સકારાત્મકોને જો કાઢી જ નાંખીએ તો તો હું ફરીને આ જ પ્રકારના સમુદાયમાં હાથે કરીને જ આવી જઉં, આવું કેવું? એવું કેમ છે કે તમારાં પૈકી કેટલાંક તમારી માનસીક કાબેલીયત, કસરતી ચુસ્તતા, સંગીતની ક્ષમતા,સર્જનાત્મકતા, શક્તિની કક્ષાઓ,તમારી પડકારો ઝીલી શકવાની લવચીકતા, તમારી વિનોદ વૃત્તિ ની દ્રષ્ટિએ વલયની ઉપરની બાજૂએ છે? ચાલો, તે જે હોય તે,તમને કાઢી નાખવાને બદલે, તમારો અભ્યાસ કરવા માગીશ. તેમ કરવાથી કદાચ તમારા વિષે શુધ્ધ માહિતિ તારવી શકીએ જેથી, માત્ર કેટલાક લોકોને સરેરાશની ઉપર કેમ લઇ જવાય એટલું જ નહીં, સમગ્ર વિશ્વની આપણી કંપનીઓ અને શાળાઓની આખી સરેરાશને જ ઉપર લઇ જઇ શકાય..
મારા માટે આ ગ્રાફ એટલા માટે અગત્યનો છે કે જ્યારે પણ હું 'સમાચાર' સાંભળું છું ત્યારે મોટા ભાગની માહિતિ સકારાત્મક નથી હોતી, સાચા અર્થમાં તો નકારાત્મક જ હોય છે. ખુન,ભ્રષ્ટાચાર, માંદગી, કુદરતી આફતોથી જ તે ભરપૂર હોય છે. અને તરત જ મારૂં મગજ વિચારે ચડી જાય છે કે જગતમાં નકારાત્મક અને સકારાત્મકતાનો ચોક્કસ ગુણોત્તર આ જ છે. અને આને પરિણામે એવું બની રહ્યું છે કે જે મેડીકલ શિક્ષણ લક્ષણ સમૂહ ઓળખાય છે - કે જો તમે મેડીકલ શિક્ષણ લીધેલ વ્યક્તિઓને ઓળખતા હો જાણતા હશો કે, મૅડીકલ પ્રશિક્ષણનાં પહેલાં વર્ષમાં અભ્યાસ કરનાર જેમ જેમ શક્ય દર્દો અને તેનાં લક્ષણોની સુચિ વાંચશે તેમ તેમ અચાનક તેને પણ એમ જ થશે કે તે બધાં જ તેને લાગૂ પડે છે.
મારા બનેવી, બૉબૉ, જેની એક આગવી કહાની છે, શુભાંશ્વ ઍમીને પરણેલ છે. બૉબૉએ મને યૅલ મેડીકલ સ્કૂલમાંથી ફૉન કરીને કહ્યું કે, "શૉન, મને રક્તપીત થયેલ છે." ♫♫ [હાસ્ય]♫♫ જે ,યૅલમાં પણ,અસાધારણ છે અને ભાગ્યે જ શક્ય છે. પણ મને સમજણ નહોતી પડતી કે બિચારા બૉબૉને આશ્વાસન કેમ કરીને આપવું, કારણ કે તે હજૂ હમણાં જ તો એક અઠવાડીયાં માટે 'આઘે' બેસી ચુક્યો હતો.
આપણે જોઇ રહ્યાં છીએ કે વાસ્તવિકતા આપણને ઘડી રહી હોય તેમ જરૂરી નથી, પરંતુ જે દ્રષ્ટિથી આપણું મગજ દુનિયાને જૂએ છે તે આપણી વાસ્તવિકતા ઘડે છે. અને જો આપણે એ દ્રષ્ટિ બદલી શકીએ તો આપણે આપણી ખુશીઓને જ નહીં, સાથે સાથે દરેક શૈક્ષણિક અને વ્યાવસાયિક પરિણામને પણ બદલી શકીએ.
મેં જ્યારે હાર્વર્ડમાટે અરજી કરી હતી ત્યારે એક જોખમ જ ઉઠાવ્યું હતું. ન તો મને પ્રવેશની કોઇ ઉમ્મીદ હતી કે ન તો હતી મારાં કુટુંબપાસે જરૂરી નાણાકીય જોગવાઇ. મને જ્યારે બે અઠવાડીયાં પછી લશ્કરી શિષ્યવૃતિ મળી, ત્યારે મને તેમણે જવાની રજા આપી. અચાનક જ, જે એક સંભાવના પણ નહોતી તે એક વાસ્તવિકતા બની ગઇ. હું જ્યારે ત્યાં પહોંચ્યો, ત્યારે મને એમ હતું કે બીજા બધા પણ આને આવાં બહુમાન તરીકે જ જોતા હશે, અને ત્યાં હોવાથી તેઓ ઉત્તેજીત હશે. જો તમે તમારા કરતાં વધારે હોંશીયાર લોકોવાળા વર્ગમાં હો, તો તમે માત્ર તે વર્ગમાં છો તેનાથી જ ખુશ થઇ જાઓ, એવું હું માનતો હતો. પરંતુ, હું તો અહીંયાં જોઉં છું કે કેટલાક લોકો એવું અનુભવે છે, જ્યારે હું ચાર વર્ષ પછી ત્યાંથી ગ્રૅજ્યુઍટ થયો અને પછીથી આઠ વર્ષ વિદ્યાર્થીઓ સાથે હૉસ્ટૅલમાં રહ્યો -- હાર્વર્ડે પણ મને પૂછ્યું, કે ભાઇ તુ એ જ છો ને. ♫♫ [હાસ્ય]♫♫ ચાર મુશ્કેલ વર્ષો દરમ્યાન વિદ્યાર્થીઓને સલાહ આપતો હાર્વર્ડનો હું એક અધિકારી હતો. અને મેં મારા સંશોધન અને શિક્ષણ દરમ્યાન જોયું કે ગમે તેટલા આ વિદ્યાર્થીઓ તેમના આ કૉલૅજમાં પ્રવેશ મળવાથી શરૂમાં ગમે તેટલા ખુશ હોય, બે અઠવાડીયામાં તેમનું મન ત્યાં હોવાના ગર્વને બદલે કે તત્વજ્ઞાન કે ભૌતિકશાસ્ત્ર પર પણ કેન્દ્રીત નથી હોતું. તેમનું ધ્યાન સ્પર્ધા, કામનો ભાર, ઝંઝાળ, કામનું દબાણ, ફરીયાદો જેવા પર કેન્દ્રીત હતું.
હું જ્યારે પહેલવેલો ત્યાં ગયો ત્યારે, પહેલા વર્ષવાળાઓની ભોજનશાળામાં ગયો, જ્યાં મારા વૅકૉ,ટેક્ષસના મિત્રો અને હું મોટા થયા હતા -- હું જાણું છું કે તમારામાંના કેટલાક આ વિષે જાણે છે. તેઓ જ્યારે મને મળવા આવતા, ત્યારે આજૂબાજૂ જોતા, અને કહેતા," આ પહેલા વર્ષવાળાઓની ભોજનશાળા “હૅરી પૉટ્ટર” ફિલ્મમાંની હૉગ્વાર્ટમાંથી લાવેલ દેખાય છે," જે કદાચ સાચું હતું. હાર્વર્ડ એ "હૅરી પૉટ્ટર" ફિલમની હૉગ્વાર્ટ જ છે. અને જ્યારે તેઓ એ જૂએ ત્યારે, કહે કે, "શૉન, તું હાર્વર્ડમાં ખુશીવિષે ભણવામાં તારો સમય શા માટે બરબાદ કરશ? સાચું પૂછો તો,હાર્વર્ડના વિદ્યાર્થીએ દુઃખી શા માટે હોવું જોઇએ?"
આ સવાલની અંદર જ છૂપાયેલ છે સુખનાં વિજ્ઞાનને સમજવાની ચાવી. કારણકે પ્રશ્ન એમ ધારી લે છે કે આપણી બહારની દુનિયામાં સુખની માત્રા કલ્પી શકાય તેમ છે, જ્યારે હકીકતે, જો હું બહારની દુનિયા પૂરેપૂરી જાણી શકું, તો લાંબા ગાળાનાં સુખ વિષે તો હું માત્ર ૧૦% જ અનુમાન લગાવી શકું.. તમારી લાંબા ગાળાની ૯૦% ખુશીઅંગે બહારની દુનિયા નહીં ,પણ, જે રીતે તમારૂ મગજ દુનિયાને જૂએ છે તેના થકી, પૂર્વાનુમાન થતું હોય છે. અને જો આપણે તેને બદલીએ, ખુશી અને સફળતાનો મંત્ર બદલીએ તો આપણે હકીકતે તેના પરથી તો વાસ્તવીકતાપર પણ અસર કરી શકીએ. અમે એ પણ નોંધ્યું કે આઇ.ક્યુ.ની મદદથી નોકરીની માત્ર ૨૫% સફળતાઓ અંગે જ અનુમાન કરી શકાતું હોય છે. નોકરીની ૭૫% સફળતાનો અંદાજ તો તમારી આશાવાદની માત્રા, તમારો સામજીક ટેકો, અને દબાણને એક પરેશાનીને બદલે તક તરીકે જોવાની તમારી ક્ષમતા જ કરી આપે છે.
કદાચ એક સહુથી વધારે જાણીતી છાત્રાલય સાથેની એક ન્યુ ઇન્ગલૅન્ડની શાળાસથે જ્યારે મેં આ વાત કરી, તેમનું કહેવું હતું કે "તે તો અમને ખબર જ છે." અને તેથી જ, અમારાં વિદ્યાર્થીઓને માત્ર ભણાવવા ઉપરાંત, અમે એક સુખાકારી સપ્તાહ પણ ઉજવીએ છીએ. તેમાં અમને ખુબ મજા પણ આવે છે. સોમવારે રાત્રે તરૂણાવસ્થાની નિરાશાઓ પર વિશ્વના જાણિતા તજજ્ઞ બોલવાના છે. મંગળવારે રાત્રે શાળાની મારામારી અને દાદાગીરી હોય છે. બુધવારે રાત્રે ખાવાનાં અજીર્ણ હોય. ગુરૂવારે ડ્રગ્સના ઉપયોગ શીખવા /શીખવાડવાનું હોય. અને શુક્રવારે રાત્રે અમે જોખમી સંભોગ અથવા મોજમસ્તી વિષે નક્કી કરવાનુ રાખેલ હોય છે. ♫♫ [હાસ્ય]♫♫ મેં કહ્યું," શુક્ર્વાર રાત્રે સહુથી વધારે લોકો હાજર રહેતાં હશે." ♫♫ [હાસ્ય]♫♫ ♪♪ [તાળીઓ] ♪♪ તમને જે ગમ્યું ને તે તેઓને જરાપણ ન પસંદ પડ્યું. ફૉન પર શાંતિ છવાઇ ગઇ. અને એ શાંતિમાં જ મેં ઉમેર્યું," મને તમારી કૉલૅજમાં બોલતાં આનંદ થશે, પણ તમને નથી લાગતું કે તેને સુખાકારી સપ્તાહ તો કેમ કહેવાય, તે તો બીમારી સપ્તાહ કહેવાય. તમે બધું જ જે નકારાત્મક શક્ય થઇ શકે તે નોંધી દીધું છે, પરંતુ, સકારાત્મક કંઇ વિષે તો વાત કરી જ નથી."
માંદગીની ગેરહાજરી એ કંઇ તંદુરસ્તી ન કહેવાય. તંદુરસ્તી સુધી પહોંચવાનો માર્ગ આ છેઃ આપણે સુખ અને સફળતાના મંત્રને ઉલટાવી નાખવાની જરૂર છે. છેલ્લાં ત્રણ વર્ષમાં, હું ૪૫ અલગ અલગ દેશોમાં ફર્યો છું, જ્યાં મેં કૉલેજો અને કંપનીઓસાથે આર્થીક મંદી દરમ્યાન કામ કર્યું છે. જે દરમ્યાન મેં જોયું કે મોટાભાગની કૉલેજો કે કંપનીઓ આ મુજબનો સફળતાનો મંત્ર અનુસરે છેઃ જેટલી હું વધારે મહેનત કરીશ, તેટલી વધારે મારી સફળતા. અને જેટલી વધારે મારી સફળતા, એટલો વધારે મારો આનંદ. આ વિચાર શૈલિ આપણી મોટાભાગની ઉછેરની શૈલિ, આપણી સંચાલનની શૈલિ અને આપણે જે રીતે બીજાંઓને પ્રોત્સાહન પૂરૂં પાડીએ છે તે બધાંને આવરી લે છે.
બસ પ્રશ્ન માત્ર એટલો છે કે તે બે કારણોસર વૈજ્ઞાનિક રીતે તોડી અને પાછીચાલમાં વહેંચી નંખાયેલ છે. પહેલું, જ્યારે જ્યારે તમારૂ મગજ સફળતા જૂએ છે, ત્યારે તમે સફળત કેવી લાગવી જોઇએ તે ધ્યેયચિત્ર જ બદલી નાખો છો. સારા માર્કસ આવ્યા, તો હજૂ વધારે સારા માર્ક આવવા જોઇએ, સારી શાળામાં પ્રવેશ મળ્યો, તો હજૂ તેનાથી પણ સારી શાળામાં પ્રવેશ મળવો જોઇએ, સારી નોકરી મળે તો તેનાથી પણ વધારે સારી નોકરી મળૅ તેમ ઇચ્છીએ, વેચાણનું લક્ષ્યાંક પાર કરીએ તો બીજી વાર તે લક્ષ્યાંક જ બદલી નાખીએ. અને જો આનંદ સફળતાને બીજે છેડે હોય તો, આપણું મગજ ત્યાં સુધી પહોંચતું જ નથી. આપણે એક સમાજ તરીકે આ રીતે સુખની અપેક્ષાની ક્ષિતિજ વિસ્તારી દીધી છે. અને તે એટલા માટે કે આપણે માનીએ છીએ કે જો આપણે સફળ હશું, તો જ સુખી થશું.
પરંતુ ખરી સમસ્યા એ છે કે આપણું મગજ ઉંધા ક્રમમાં ચાલે છે. તમે જો કોઇની વર્તમાન સકારાત્મકતાની માત્રાને વધારી શકો, તો તેનું મગજ, આપણે જેને 'સુખની સરસાઇ' કહીશું તે અનુભવવા લાગશે, એટલે કે સકારાત્મક પરિસ્થિતિમાં તમારૂં મગજ નકારાત્મક કે નિષ્ક્રિય કે તનાવવાળી સ્થિતિ કરતાં ઘણું વધારે સારૂં કામ કરી શકે છે. તમારી બુધ્ધિ, તમારી રચનાત્મકતા, તમારી શક્તિ ખીલી ઉઠે છે. હકીકતે તો, અમે તો નોંધ્યું છે કે તમારા વ્યવસાયના દરેકે દરેક પરિણામમાં સુધારો જોવા મળે છે. જ્યારે સકારાત્મક હોય ત્યારે તમારૂ મગજ નકારાત્મક કે નિષ્ક્રિય કે તણાવમાં હોય તેના કરતાં ૩૧% વધારે ઉત્પાદક હોય છે. તમે ૩૭% વધારે વેચાણ કરી શકો છો. ડૉક્ટર્સ જ્યારે નકારાત્મક કે નિષ્ક્રિય કે તણાવમાં હોવાને બદલે સકારાત્મક મુડમાં હોય ત્યારે તેઓ દ્વારા કરાઇ રહેલાં સાચાં નિદાનમાં ૧૯% વધારે ઝડપી અને ખામી રહિત હોય છે. એનો અર્થ એમ કરી શકાય કે આ મંત્રને ઉલટાવી શકાય. જો આપણે વર્તમાનમાં સકારાત્મક થવાનો રસ્તો શોધી કાઢીએ, તો આપણું મગજ હજૂ વધારે સફળતાથી કામ કરી શકે કારણ કે આપણે વધારે લગનથી, ઝડપથી અને સમજપૂર્વક કામ કરી રહ્યા હશું.
આપણે આ મંત્રને ઉલટાવવાની જરૂર છે જેથી આપણું મગજ ખરેખર જે કરવા શક્તિમાન છે તે આપણે જોઇ શકીએ. કારણ કે જ્યારે તમે સકારાત્મક હો છો ત્યારે તમારાં તંત્રમાં વહી આવતા ડૉપૉમાઇન બે રીતે કામ કરે છે. તે તમને માત્ર પ્રફુલ્લિત જ નથી કરતું, તે મગજનાં શીખવાનાં બધાં જ કેન્દ્રને પણ સતેજ કરે છે. અને તે રીતે તમને દુનિયાને જૂદી જૂદી રીતે સ્વિકારવામાટે પણ તૈયાર કરે છે.
અમે એ પણ નોંધ્યું છે કે મગજને વધારે સકરાત્મક બનવાનું શીખવવા માટે ઘણા રસ્તા છે. ૨૧ દિવસ સળંગ બે જ મિનીટમાં આપણે મગજને ધમધમતું કરી દઇ શકીએ કે જેથી મગજ સાચા અર્થમાં વધારે આશાવાદી અને વધારે સફળ રીતે કામ કરતું થઇ જાય. અમે જે જે કંપનીની સાથે કામ કરેલ છે તેમની સાથે કરેલાં આ સંશોધનમાં તેમની પાસે સળંગ ૨૧ દિવસ સુધી ત્રણ એ નવી વસ્તુઓ જેના માટે તેઓ આભારી છે તે લખાવડાવડાવ્યું, દરરોજ ત્રણ નવી વસ્તુ. અને તેના અંતે તેમનું મગજ દુનિયાને આ નકારાત્મક રીતે નહીં, પણ પહેલાં સકારાત્મક દ્રષ્ટિએ જોવાનું માળખું જાળવતું થઇ જાય છે.
જો એક સકારાત્મક અનુભવ ચોવીસ કલાકસુધી મમળાવ્યા કરીએ તો મગજ પણ દરેક વખતે તે જ અનુભવતું થઇ જાય છે. આ અભ્યાસ મગજને શીખવાડે છે કે વર્તન મહત્વનું છે. આપણે એ પણ જોયું કે ધ્યાન ધરવાથી મગજ એક સાથે ઘણાં કામ કરવાની આપણે પેદા કરેલ સાંસ્કૃતિક પરંપરાની પાર જઇ અને આપણી વૈચારીક શક્તિઓને હાથ પર લીધેલ કામ પર કેન્દ્રીત થવામાં મદદ કરે છે. અને છેલ્લે,કોઇ એકલ દોકલ દયાનું પગલું પણ સભાન સદાચારનો જ ભાગ છે. આ રીતે કોઇ જ્યારે પણ ઇ-મૅલમાટેનું ઇનબૉક્ષ ખોલે છે ત્યારે વખાણ અને આભારનો એક સકારાત્મક મૅલ તેમના સામાજીક આધાર તંત્રમાંના કોઇ એકને આપણે મોકલીએ છીએ.
અને આ પ્રવૃત્તિઓ અને શરીરના અન્ય ભાગની જેમ જ મગજને પણ પ્રશિક્ષિત કરવાથી અમે જોઇ શક્યા છીએ કે સુખ અને સફળતાનો મંત્ર ઉલટાવી શકાય છે, અને તેમ કરવાથી આપણે માત્ર સકારાત્મકતાનાં જ વમળો પેદા નથી કરતા પરંતુ એક સાચી ક્રાંતિ પેદા કરીએ છીએ.
You can share this video by copying this HTML to your clipboard and pasting into your blog or web page. This video will play with subtitles.
You either have JavaScript turned off or have an old version of the Adobe Flash Player. To view this rating widget you
need to get the latest Flash player.
If your browser allows only "trusted sites" to execute Javascript, you should add the "googleapis.com" domain to your whitelist to allow our Flash detection to work properly.
Got an idea, question, or debate inspired by this talk? Start a TED Conversation.
આપણે એવું માનીએ છીએ કે ખુશ રહેવામાટે કામ કરવું જોઇએ, પણ તેનાથી ઉંધું પણ હોઇ શકે? આ ટેડએક્ષબ્લુમીંગ્ટનના વેગીલાં અને મનોરંજક વ્યક્તવ્યમાં મનોવૈજ્ઞાનિક શૉન ઍકરનું દલીલપૂર્વક કહેવું છે કે હકીકતે આનંદ ઉત્પાદકતાને પ્રોત્સાહન પૂરૂં પાડે છે.
Shawn Achor is the CEO of Good Think Inc., where he researches and teaches about positive psychology. Full bio »
Translated into Gujarati by Ashok Vaishnav
Reviewed by Dhaval Shah
Comments? Please email the translators above.
18:55 Posted: Oct 2008
Views 1,119,430 | Comments 165
21:16 Posted: Sep 2006
Views 5,124,423 | Comments 717
20:06 Posted: Mar 2010
Views 1,408,855 | Comments 310
Just follow the guidelines outlined under our Creative Commons license.
This comment will be attributed to . Not ? Sign Out.